તિલકવાડા કોગ્રેસ સમિતિ દ્વારા વીજ બીલ માફ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

તિલકવાડા,(નર્મદા)
આશિક પઠાણ

શાળાઓની ફી અને તમામના પાણી વેરા મિલકત વેરા પણ માફ કરે સરકાર..

કોવીડ-૧૯ મહામારીને કારણે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની છે , લોકોના વેપાર ધંધા ખોરવાઈ ગયા છે, સમગ્ર અર્થતંત્ર ખોટકાઈ ગયેલો હોય લોકો આર્થિક રીતે પાયમાલીની કગાર પર આવ્યા હોય તિલકવાડા કોગ્રેસ સમિતિએ આજરોજ મામલતદાર તિલકવાડાને આવેદનપત્ર સુપ્રત કરી લોકોના વેરા માફ કરવા સહિતની અન્ય માગણીઓ રજુઆતરૂપી આવેદનપત્રમા કરી હતી.
આવેદનપત્રમા જણાવ્યા અનુસાર લોકોની પરિસ્થિતિ બહું વિકટ છે. લાંબા લોકડાઉનને કારણે ધંધા-વેપાર,રોજગાર, ખેતી ઠપ્પ છે.લોકોની આર્થિક સ્થિતિ ખુબજ નબળી થઇ ગઇ છે. સરકારશ્રી તરફથી કોઈ જરૂરી સહાય મળી રહી નથી. એવા સંજોગોમાં પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપવા તારીખ ૨૬/૦૫/૨૦૨૦ ને મંગળવારના રોજતિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના દ્વાર નીચે મુજબની માંગણીઓ લઇને આવેદનપત્ર મામલતદારને આપવામાં આવેલ છે.

(૧) માર્ચથી જૂન સુધીનું વિજળી બીલી માફ કરવામાં આવે.
(૨) ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના પાણી અને મિલ્કત વેરો માફ કરવામાં આવે તથા નાના વેપારીઓના ધંધા સ્થળના વેરાને માફ કરવામાં આવે.
(૩) ખાનગી શાળાની પ્રથમ સત્રની ફી માફ કરો અથવા સરકાર ફી ની સહાય આપે.
(4) ખેડૂતોને કપાસનો પોસણશમ ભાવ આપે

જે તિલકવાડા તાલુકા કોગ્રેસના પ્રમુખશ્રીએ તિલકવાડા તાલુકા કોગ્રેસના કાર્યકરોની સહીઓ કરાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યુ અને તાલુકાની હકીકત જણાવી હતી. જે પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઈ ભીલ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રોહિત, કોગ્રેસ તિલકવાડા પ્રમુખ રાજુ ભાઈ ભીલ, પ્રવકતા મલંગશાબ રાઠોડ સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here