છોટાઉદેપુરમાં તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ગતરોજ તા.૨૪ જુલાઈએજિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક તાલુકા પંચાયત હૉલ ખાતે યોજવામાં આવેલ. આ મીટીંગમાં તાલુકા પ્રમુખ રમેશભાઈ રાઠવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન મુકેશભાઈ જે પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી રવિદાસ રાઠવા તેમજ અન્ય રાફ, તાલુકા હેલ્થ ઓફિસર, ચાઇલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેકટ ઓફિસર દીપક ફાઉન્ડેશન તેમજ મિરકેલ ફાઉનડેશન ગાધીનગરના પ્રતિનિધિઓ હાજર રહેલ હતા. મિશન વાત્સલ્યયોજના, ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮, બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતીને સક્રિય કરવા, અને ગ્રામ્ય લેવલથી બાળકોની વિવિધ યોજનાઓનું અમલીકરણ થાય તે અંગે સરપંચો, તલાટી કમ મંત્રીઓ,ને આશાવર્કરો અને સ્થાનિક આગેવાનોને સહભાગી બનાવી પ્રચારપ્રસાર કરવા તાલુકા પ્રમુખ દ્વારા સૂચનો કરવામાં આવેલા હતા. ઉપરાંત બાળકોમાટે પ્રાથમિકતા આપી સક્રિય રીતે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંક્લનમાં રહી યોજનાઓનોમહતમ લાભઅપાવવા અનુમોદન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here