છોટાઉદેપુરમાં આજ રોજ ગુજરાત સરકાર દ્વારા છોટા ઉદેપુર નગર પાલિકાને દોઢ કરોડનું અગ્નિ નિવારણ રેસ્ક્યું વ્હિકલ અપાયું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા લોકાર્પણ કરાયું
છોટા ઉદેપુર જીલ્લા ની એક્માત્ર નગર પાલિકા એવી છોટા ઉદેપુર નગર પાલિકા ને પ્રજા ને આગ જેવાં બનાવો સામે રક્ષણ મળી રહે તે માટે ગૂજરાત સરકાર દ્વારા દોઢ કરોડ જેટલી કિંમત નું અગ્નિ નિવારણ રેસક્યું વ્હિકલ આપવામા આવ્યુ છે. આજરોજ આ ફાયર ફાયટર નું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં નગર પાલિકા ના વહીવટદાર, ચીફ ઓફિસર સહિત જીલ્લા ભાજપ ના મહામંત્રી શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે સરહદી જિલ્લો હોવાથી આ ઇમરજન્સી રેસ્કયું વાહન આશીર્વાદ રુપ બની રહેશે. અને પંથક માં બનેલ કોઈપણ આકસ્મિક ઘટનામાં સહાયરૂપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here