છોટાઉદેપુરના જિલ્લાના ગામોમા મમતા અભિયાનના કેમ્પ યોજાયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિરામય છોટાઉદેપુર અને નિરામય ગુજરાત અંતર્ગત માતા અને બાળમૃત્યુ દરને ઘટાડવાના ભગીરથ પ્રયાસ ના ભાગરૂપે આઠાડુંગરી, ખાટીયાવાંટ અને મંદવાડા એમ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો જીલ્લા પંચાયત છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ કવાંટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડાના સહયોગથી મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય મહેમાનો. ગીતાબેન રાઠવા સાંસદ તેમજ શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના ચેરમેન ભાવનાબેન જયેશભાઇ રાઠવા તેમજ તાલુકા પંચાયત કવાંટ ના ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા તેમજ પદાધિકારી માં ડૉ. છારી સાહેબ છોટાઉદેપુર આરોગ્ય શાખામાંથી હાજર રહયા હતા. તેમજ અચિતિ વિશેષ ધીરજ હોસ્પિટલ પીપળીયાથી ખાસ તજજ્ઞ તબીબોની ટીમ હાજર રહી હતી. જેમાં કુલ ૩૧૩ જેટલાં લાભાર્થીએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ સગર્ભા માતાના રૂટિન ટેસ્ટ સિવાય વધારાના ૫૦૦ જેટલાં રિપોર્ટ વધુ તપાસ માટે વડોદરા ખાતે મોકલાયા છે. વધુમાં ૧૦૮ અને ખીલખિલાટ વિભાગ તરફ્થી સગર્ભા બહેનોને લાવવા લઇ જવા માટે ખુબ સારો સહકાર મળ્યો હતો. તેમજ મનુસ્મૃતિ ટ્રસ્ટ તરફ્થી ૨૫ જેટલી કિશોરીને સેનેટરી પેડ પણ અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here