ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બાલવાટિકાના બાળકોને શિષ્યવૃતિ અને ગણવેશનો લાભ મળે તે માટે ઉચ્ચસ્તરે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઘ્વારા સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતા તમામ જાતિના બાળકોને શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મળે તે માટે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવાયું છે કે શિક્ષણ વિભાગના તારીખ ૨૮/૦૪/૨૦૨૩ ના સંદર્ભ ૧ માં ઠરાવથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે શાળાકીય માળખું 5+૩+૩+૪ મુજબનું રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.પ્રથમ પાંચ વર્ષનું એટલે ધોરણ ૧ પહેલાંનું વર્ષ બાલવાટિકા તરીકે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ કરવામાં આવેલ અને પહેલી જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવેલ છે.પ્રવેશ મેળવેલ બાલવાટિકાના બાળકોને સંદર્ભ ૨ ના પરિપત્ર થી પ્રવેશ પામેલ બાળકોના નામાકન ની નોંધણી શાળાના સમાન્ય વયપત્રકમાં થતાં સમગ્ર શિક્ષા સંચાલિત CTS ( ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ) માં કરવામાં આવેલી છે .એટલે દાખલ થયેલ તમામ બાળકો ને મહેકમ માં અને શાળાની તમામ રજીસ્ટર સંખ્યામાં પણ ગણી લેવામાં આવેલ છે.જ્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના બાળકોને મળતી શિષ્યવૃતિ અને ગણવેશ સહાય માટે શિષ્યવૃતિ પોર્ટલ પર ઓનલાઇન એન્ટ્રી ચાલુ છે.પરંતુ બાલવાટિકા ના બાળકોની એન્ટ્રી થતી નથી.જેના કારણે ચાલુ વર્ષે તમામ બાળકોને શિષ્યવૃતિ અને ગણવેશ સહાય મળે તે માટે જિલ્લા કક્ષાએ લાગુ પડતાં વિભાગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર દ્વારા રજુઆત કરતા જિલ્લાના તમામ વિભાગ દ્વારા સંદર્ભ ૩,૪,૫ મુજબ વડી કચેરી ગાંધીનગર ખાતે દરખાસ્ત કરવામાં આવી છે.ત્યારે સંદર્ભ ૫ મુજબના છોટાઉદેપુર જિલ્લાનું કચેરીમાંથી મેળવેલ માહિતીના પત્રક મુજબના તમામ જાતિના બાલવાટિકામાં અભ્યાસ કરતા ૧૧,૭૦૩ બાળકોને લાભ મળે.સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શિષ્યવૃતિ કે ગણવેશ સહાયથી વંચિત રહેવું ન પડે.વાલીઓને પણ આર્થિક નુકશાન ના થાય તે માટે ઉચ્ચસ્તરે રજુઆત કરી લાભ અપાવવા રજુઆત કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here