ચૈત્રી નવરાત્રી ૨૦૨૪ દરમિયાન પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે તંત્રની પહેલ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

તા.૦૯ એપ્રિલ થી ૨૩ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન પાવાગઢ રોપ વેના સમયગાળામાં ફેરફાર કરાયો

તારીખ ૦૯ એપ્રિલ ૨૦૨૪ થી તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૪, ચૈત્રી નવરાત્રી દરમિયાન પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મહાકાળી મંદિરના દર્શનાર્થે આવનાર ભક્તોની સગવડતા માટે રોપ-વેની કામગીરીના સમયમાં તંત્ર દ્વારા ફેરફાર કરાયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા પહેલ કરાઈ છે.

તારીખ ૦૯ એપ્રિલ એકમના રોજ રોપ વે ટિકિટ બારી સવારે ૪ વાગ્યે શરૂ થશે તથા રોપ વે સર્વિસ સવારે ૫ વાગ્યે શરૂ કરાશે.તા.૧૦ એપ્રિલ બીજથી લઈને તા.૧૩ એપ્રિલ પાંચમ દરમિયાન રોપ વે ટિકિટ બારી સવારે ૫ વાગ્યે અને રોપ વે સર્વિસ સવારે ૬ વાગ્યે શરૂ કરાશે.તા.૧૪ એપ્રિલ છઠ્ઠના રોજ રોપ વે ટિકિટ બારી સવારે ૪ વાગ્યે શરૂ થશે તથા રોપ વે સર્વિસ સવારે ૫ વાગ્યે શરૂ કરાશે.તા.૧૫ એપ્રિલ સાતમના રોજ આ સમય સવારે ૫ વાગ્યે ટિકિટ બારી અને ૬ વાગ્યે રોપ વે સર્વિસ જ્યારે ૧૬ એપ્રિલ આઠમના રોજ રોપ વે ટિકિટ બારી સવારે ૪ વાગ્યે શરૂ થશે તથા રોપ વે સર્વિસ સવારે ૫ વાગ્યે શરૂ કરાશે.તા.૧૭ એપ્રિલ નવમીથી તા.૨૦ એપ્રિલ બારસ સુધી રોપ વે ટિકિટ બારી સવારે ૫ વાગ્યે અને રોપ વે સર્વિસ સવારે ૬ વાગ્યે શરૂ કરાશે.જ્યારે ૨૧ એપ્રિલના રોજ સવારે ૪ વાગ્યે ટિકિટ અને ૫ વાગ્યે રોપ વે સર્વિસ,૨૨ના રોજ સવારે ૫ વાગ્યે ટિકિટ અને ૫ વાગ્યે રોપ વે સર્વિસ જ્યારે ૨૩ એપ્રિલ પૂનમના રોજ રોપ વે ટિકિટ બારી સવારે ૪ વાગ્યે શરૂ થશે તથા રોપ વે સર્વિસ સવારે ૫ વાગ્યે શરૂ કરાશે તેમ અધિક ચીટનીશ ટુ કલેકટરશ્રી પંચમહાલ-ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here