ચાર દિવસથી ગુમ નરસાણા ગામના યુવાનની લાશ જૂના બામરોલી ગામે ખેતરમાથી મળી આવતા ચકચાર

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકા નરસાણા ગામના ચાર દિવસથી ગુમ યુવાનની લાશ જૂના બામરોલી ગામની સીમમાં આવેલા ખુલ્લા ખેતર માથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથધરી ને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

શહેરા તાલુકાના નરસાણા ગામનો યુવાન સોલંકી રમેશ પ્રતાપ મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રમેશ પોતાના પરીવારજનો ને ઘરેથી કહયા વગર તે નીકળી ગયો હતો.ઘરના લોકો રમેશ ઘરે પરત નહી આવતા ભારે ચિંતિત થયા હતા. સગા સંબંધીઓ અને પોતાના ગામમાં શોધખોળ કરવા છતાં તે મળી નહી આવ્યો હતો.ચાર દિવસથી ગૂમ યુવાન ની પરિવારજનો શોધખોળ કરી રહયા હતા.ત્યારે આ સ્થાનિક ગામને અડીને આવેલા જૂના બામરોલી ગામ ના ખુલ્લા ખેતર મા એક યુવાન ની લાશ પોલીસ ને મળી હતી. પોલીસ તપાસમા ખુલ્લા ખેતરમાં મળી આવેલ પુરૂષની લાશ રમેશ સોલંકી નામના યુવાનની હતી. પોલીસ એ મરણ ગયેલ યુવાન પરીવારજનો ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવ સ્થળ ખાતે પરીવારજનોના રોકકળથી વાતાવરણમા ગમગીની છવાઈ ગઈ હતી.બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી આવ્યા હતા. યુવાનના મોતને લઇને અનેક તર્ક વિર્તકો સર્જાયા છે.સ્થાનિક પોલીસ દ્વારા યુવાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દઈને તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here