ચલામલી હાઈસ્કૂલમાં નવરાત્રી ઉત્સવની વિદ્યાર્થીઓએ રંગેચંગે ઉજવણી કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલ અને ગોકુલ પરિવાર રસીલાબા અમૃત ધાણાદાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શ્રી વણઘા ચલામલી કેળવણી મંડળ અને શાળા પરિવાર ઘ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં એક દિવસીય ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલમાં ભારત દેશના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર સફળતાપૂર્વક મોકલેલ ચંદ્રયાન ૩ અને જી ૨૦ સમિટનું આયોજન કરી દેશને વિશ્વફલક પર પહોંચાડ્યો છે.વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલ સફળતાનો સંદેશો પ્રત્યેક ભારતીયોના ઘર સુધી પહોંચે તેવા આશયથી શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન ૩ જેવું મોડેલ બનાવી તેમાં અંબા માતાને બિરાજમાન કરી આરતી,પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.હાઈસ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓએ ત્રણ તાળી,બે તાળી,ટીમલી સાથે ગરબે ઘૂમી,નાચીને નવરાત્રિ પર્વની શાનદાર ઉજવણી કરી હતી.ચલામલી ગામના ડે.સરપંચ અને શાળા ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ મુચકંદભાઈ ભગતે તમામ વિદ્યાર્થીઓને વાટકી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.આ નવરાત્રી ઉત્સવમાં ટ્રસ્ટી મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ,મંત્રી ચંદ્રવદનભાઈ ભગત,મંત્રી નાગેન્દ્રભાઈ પટેલ,સભ્ય ભગુભાઈ પંચોલી,તાલુકા એટીવીટી સદસ્ય પરિમલ પટેલ,હાઈસ્કૂલ આચાર્ય મહેન્દ્રભાઈ રાઠવા,નિરાલીબેન શિક્ષણ સટાફ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.આમ ચલામલી હાઈસ્કૂલમાં નવરાત્રી ઉત્સવની વિદ્યાર્થીઓએ રંગેચંગે ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here