ઘોઘંબા તાલુકાનાં આંતરિયાળ એવા જંગલ વિસ્તારનાં ગામો સુધી માનવતાની મહેંક પ્રસરાઈ….

ઘોઘંબા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામોમાં લોકડાઉન ના કારણે રોજ મજુરી કામ કરી પોતાનું પેટ ભરતા ગ્રામીણોની હાલત ડફોડી બની ગઈ છે અને સમગ્ર ભારતભરમાં લોકડાઉન હોવાથી દરેક રોડ રસ્તા બંધ છે આવી પરિસ્થિતિ વચ્ચે નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હોવાથી છૂટક કમાઈને અને રોજ કમાઇને ખાનાર પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે કેટલાય માનવતાના પુંજારીઓ દરેક નાત જાત ધર્મથી ઉપર ઉઠી પોતાનો પગાર કે પછી મહેનતના રૂપિયા જરૂરતમંદો તેમજ શ્રમિકો પાછળ ખર્ચ કરી રહ્યા છે એટલે કે આવા કપરા સમયમાં અનાજ કરિયાણાની કીટો બનાવી એમાં ચોખા ઘઉં મરચું હળદર સહિત જીવન જરૂરિયાત વસ્તુઓ મૂકી ગરીબોને આપી રહ્યા છે એજ રીતે આજ રોજ ઘોઘંબા તાલુકાની કાનપુર જિલ્લાપંચાયત ના છેવાડાના ગામ જંગલ વિસ્તારમાં ઘોઘંબા તાલુકના એ પી એમ સી ના ચેરમેન સ્વ બચુભાઇ સોમાભાઈ પરમાર સાહેબ ના પરિવાર પંચમહાલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કૈલાશબેન અને કિશાન મોરચો મહામંત્રી ધનશામ બી પરમાર વતી ગરીબ જરૂર મંદોને જરૂરિયાત સામગ્રી તેમજ શાક ભાજી આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here