ઘુંટું ગામના સેવાભાવી સંભવિત વાવાઝોડામાં જનરેટર અને ક્રેઇનની વિનામૂલ્યે સર્વિસ આપશે

મોરબી, આરીફ દીવાન :-

કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા 15 જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રખાઈ : ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા

સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે અને સામાજિક તથા સેવાકીય સંસ્થાઓએ પણ ફૂડ પેકેટ તૈયાર કરવા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટું ગામમાં આવેલ કિરણ જનરેટર & ક્રેઇનના સંચાલક રણછોડભાઈ મગનભાઈ સંઘાણી અને વસંતભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર કે સંસ્થાઓને જનરેટર કે ક્રેઇનની જરૂરીયાત હોય તો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે. કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા ૧૫ જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ક્રેઈન કે જનરેટરની સર્વિસ માટે રણછોડભાઈ સંઘાણી – ૯૮૨૫૦૪૩૬૮૫, વસંતભાઈ સંઘાણી – ૯૮૨૫૨૨૬૬૮૫ અને અમૃતભાઈ સંઘાણી – ૯૮૨૫૧૪૭૬૮૫ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here