ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ૬૦૫ સંશોધનાર્થીઓના રીસર્ચ એડવાઇઝરી કમિટીનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પીએચ.ડી. ફેસિલીટેશન વિભાગ દ્વારા તા.૧૭/૦૩/૨૦૨૩ થી તા.૨૧/૦૩/૨૦૨૩ સુધી વર્ષ: ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના સંશોધનાર્થીઓના આર.એ.સી.(રીસર્ચ એડવાઇઝરી કમિટી) ૨, ૪ અને ૬નું આયોજન વિંઝોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એકાઉન્ટમા ૦૬, કોમર્સમા ૨૬, કેમીસ્ટ્રીમા ૧૪, ઇકોનોમિક્સમા ૩૮, એજ્યુકેશનમા ૭૧, અંગ્રેજીમા ૪૪, ગુજરાતીમાં ૭૫, હિન્દીમાં ૩૯, ઇતિહાસમા ૪૨, લૉમા ૨૦, લાયબ્રેરી એન્ડ ઇન્ફો. સાયન્સમા ૨૩, મેનેજમેન્ટમા ૦૨, મેથેમેટીક્સ ૦૩, ફિઝિમા ૦૩, લાઇફ સાયન્સ ફેકલ્ટીમા ૧૫, ફિઝિકલ એજ્યુકેશનમા ૪૮, સાયકોલોજીમા ૧૮, સંસ્કૃતમા ૭૦, સ્ટેટીસ્ટીક્સમા ૦૨ અને સોશિયોલોજીમા ૪૪ એમ કુલ ૬૦૫ સંશોધનાર્થીઓના રીસર્ચ એડવાઇઝરી કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોમર્સ ફેકલ્ટીના ૦૬, સંસ્કૃતના ૦૬, ફિઝિકલ એજ્યુકેશનના ૦૨, અંગ્રેજીમાં ૦૧, ઇકોનોમિક્સમા ૦૩, સોશિયોલોજીમા ૦૧, લૉમા ૦૧, સાયકોલોજીમા ૦૩ અને એજ્યુકેશનમા ૦૪ એમ કુલ ૨૭ વિદ્યાર્થીઓનું પ્રિ-વાઇવા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન ડૉ. અનિલ સોલંકી, કુલસચિવશ્રી હાજરીમાં કરવામાં આવ્યું હતું તેમ એસ.જી. અંસારી, રીસર્ચ એડવાઇઝરશ્રી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here