ગોધરા નગરમાં નીકળેલ ભવ્યથી અતિભવ્ય ત્રિરંગા યાત્રામાં એક મહિલા પોલીસ કર્મીએ “મેરી મીટ્ટી.. મેરા દેશ” ના સૂત્રને સાર્થક કરી બતાવ્યો…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

“મેરી મીટ્ટી.. મેરા દેશ” ના સૂત્રના સાક્ષાત દર્શન કરાવનાર મહિલા પોલીસ કર્મીની દેશભક્તિને સૌ.. સૌ સલામ…

પોલીસ હેડક્વાર્ટરમાંથી ભારત માતા કી જયના નારા સાથે પ્રારંભ થયેલ ત્રિરંગા યાત્રામાં કતારબંધ વિદ્યાર્થીનીઓની સાથે ચાલી રહેલી એ મહિલા પોલીસ કર્મીનું ત્રિરંગા પ્રત્યેનું સન્માન કેમેરામાં કેદ થયું…

મળતી વિગતો મુજબ ગતરોજ ગોધરા નગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી મીટ્ટી.. મેરા દેશ” ના નારાને બુલંદ કરતી ભવ્યથી અતિભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગોધરા નગરના પોલીસ હેડકવાટર્સથી પ્રસ્થાન થયેલ ત્રિરંગા યાત્રા પાંજરાપોળ રહી LIC રોડ પરથી પસાર થઈ વિશ્વકર્મા ચોક અને ત્યાંથી નીકળી શાહવલી વાડ, મોચીવાડ, પટેલવાડા, રાણી મસ્જિદ પાસેથી પસાર થઈ પોલન બજાર, ચોકી નંબર-૭, B ડીવીઝન પોલીસ સ્ટેશન રહી રણછોડજી મંદિર અને અંતે રામસાગર તળાવ પાસે સમાપન થઈ હતી..

આ ત્રિરંગા યાત્રામાં રેન્જ આઈજીશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, ડીવાયએસપીશ્રી, પીઆઇશ્રીઓ, જિલ્લા પ્રસાસનના અનેક અધિકારીશ્રીઓ, રાજકીય નેતાઓ, આગેવાનો, સમાજ સેવકો સહિત પોલીસ કર્મીઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરના તમામ દેશભક્તો જોડાયા હતા અને દેશભક્તિના ગીતો ઉપર હાથમાં રહેલ ત્રિરંગાને લહેરાવી ઝૂમી ઉઠ્યા હતા… આ ત્રિરંગા યાત્રામાં “મેરી મીટ્ટી.. મેરા દેશ” ના સૂત્ર અનુરૂપ અનેક દેશભક્તિની ઝાંખી નજરે ચઢી હતી.. કોઈ DJ ના તાલે ઝૂમી રહ્યું હતું તો કોઈ હાથમાં રહેલ ત્રિરંગાને આકાશ તરફ લહેરાવતો હતો જ્યારે કોઈ ત્રિરંગા યાત્રામાં નીકળેલ દેશભક્તોને ઠંડુ પાણી પીવડાવી પોતાની દેશભક્તિને ઉજાગર કરતું હતું…
પરંતુ એક મહિલા પોલીસ કર્મીની દેશભક્તિને નજરે જોનાર સૌ કોઈ દિલથી સલામ કરી રહ્યા હતા… જયારે ત્રિરંગા યાત્રા પોલીસ હેડકવાટર્સમાંથી બહાર આવી રહી હતી ત્યારે સ્કૂલની વિદ્યાર્થીનીઓ હાથમાં ત્રિરંગો લઈ કતારબંધ ચાલી રહી હતી તે સમયે અચાનક એક બાળકી કતારમાંથી બહાર આવી પોતાના બુટની દોરીને બાંધવા નીચે બેસી હતી અને હડબડાટમાં પોતાના હાથમાં પકડેલ ત્રિરંગાને જમીન પર મુકવા ગઈ હતી એજ સમયે પાછળથી આવી રહેલ એક મહિલા પોલીસ કર્મીએ ચિત્તા જેવી રફતારથી એ ત્રિરંગાને ઝુજ સેકન્ડમાં જમીન પરથી ઉઠાવી લીધો હતો અને કઈ પણ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા હતા ત્યારબાદ બુટની દોરી બાંધીને ઉભી થયેલ એ વિદ્યાર્થીની પોતાનો ત્રિરંગો લેવા મહિલા પોલીસ કર્મીની પાછળ દોડવા લાગી હતી..

“મેરી મીટ્ટી.. મેરા દેશ..” ના સૂત્ર સાથે દેશની આન, બાન અને શાન કહેવાતા ત્રિરંગા પ્રત્યે એક મહિલા પોલીસ કર્મીનું આદર સન્માન ખરેખર આવકાર દાયક લેખાય… આ ત્રિરંગા યાત્રામાં અનેક લોકો વિડીઓ બનાવી રહ્યા હતા, પરંતુ ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના ડ્રોઈંગ ટીચર બુખારી સાહેબના કેમેરામાં કેદ થયેલ એ મહિલા પોલીસ કર્મીની સન્માન જનક ક્રિયા સમસ્ત ત્રિરંગા યાત્રા માટે યાદગાર બની ગઈ હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here