ગોધરા એલ.સી.બી. પોલીસે ભુરાવાવ ચાર રસ્તા નજીક પાનના ગલ્લાની પાછળ ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમતા એક જુગારીયાને પકડી પાડ્યો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રોકડા રૂ .૧૦,૭૫૦ / – તથા મોટર સાયકલ તથા જુગારના સાધનો મળી કુલ રૂ . ૪૦,૭૫૦ / – નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાચબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા પાવર હાઉસ તીરગરવાસમાં રહેતો કમલેશભાઈ કસનાભાઈ મકવાણાનાનો ભુરાવાવ વિસ્તારમા પોતાની મોટર સાયકલ ઉપર હરતા ફરતા ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે . અને હાલમાં ભુરાવાવ ચોકડી પાસે ખુલ્લામાં પાનના ગલ્લા પાછળ બોમ્બે ચોપાટી નજીક વરલી મટકાના આંકડા લખે છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ કમલેશભાઇ કસનાભાઈ મકવાણા રહે.પાવર હાઉસ સામે તીરગરવાસ ગોધરા કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ .૧૦,૭૫૦ / ( ર ) મોટર સાયકલ -૧ કી.રૂ .૩૦,૦૦૦ / ( ૩ ) સ્લીપબુક નંગ -૧ તથા બૉલપેન નંગ -૧ કી.રૂ .૦૦ / વોન્ટેડ આરોપી : ચેતનદાસ ઉર્ફે પપ્પી લક્ષ્મણદાસ સામનાણી રહે . લાલબાગ ટેકરી બસ સ્ટેન્ડની પાછળ ગોધરા ઉપરોકત પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં તથા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here