ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે ખુલ્લી જગ્યામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ -૯ જુગારીયાઓને પકડી પાડ્યા…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે રહેતો રાજુભાઇ પ્રભુદાસ ખ્રિસ્તી તથા સંજય પ્રભુદાસ ખ્રિસ્તી નાઓ બંને જણા ભેગા મળી તેના ઘરની આગળ સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લામાં કેટલાક માણસો ભેગા કરી ગંજી પાના પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ શ્રી આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા જુગારની રેઇડ કરાવતા . પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) સંજય પ્રભુદાસ ખ્રિસ્તી રહે . ખાડી ફળીયા સીંદુરી માતાના મંદીર પાસે ગોધરા ( ર ) દીલીપ ઉર્ફે દીલ્લી તેજુમલ સાઘવાણી રહે . ઝુલેલાલ સોસાયટી ગોધરા ( ૩ ) રમેશભાઇ કશનાભાઇ મકવાણા રહે ડોડપા ફળીયુ લક્ષ્મીનગર પાસે ગોધરા ( ૪ ) વિનોદકુમાર પરસોતમદાસ રામચંદાણી રહે . સતકેવલ સોસાયટી સાંપા રોડ ગોધરા ( ૫ ) દીલીપભાઇ ગોપાલભાઇ ભોઇ રહે . ભુરાવાવ જૈન સમ્રાટ સોસાયટી રેલ્વે ક્રસીંગ પાસે ગોધરા ( ૬ ) મહેન્દ્ર ધીરજલાલ ખરાદી રહે . શહેરા ભાગોળ ઇમરાન ચાલી રેલ્વે ફાટક પાસે ગોધરા ( ૭ ) ફરીદ મહંમદ મકરાણી રહે . ખાડી ફળીયા હુસેની મસ્જીદ સામે ગોધરા ( ૮ ) જયેશકુમાર ધનાભાઇ પરમાર રહે . પંચવટી સોસાયટી મકાન નં . ૫૬ સાંપા રોડ ગોધરા ( ૯ ) કુંદનદાસ આહુજા રહે . મારૂતી ગેસ્ટ હાઉસ પાસે હરીદયા સોસાયટીની પાછળ ગોધરાનાઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here