ગોધરામાં ફુડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓમાં કરાયું સઘન ચેકીગ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશન થી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-૧૮ ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ ખાણીપીણીની લારીઓમાંથી કુલ-૪ શંકાસ્પદ નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ સાથે તપાસ દરમ્યાન બિન આરોગ્યપ્રદ ક્લરવાળી ચટણીનો ૬૦ લીટર, કલર ૧.૫ કિ.લો અને આજીનો મોટોનો ૧ કિ.ગ્રાનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. ૩ લારીઓને ફુડ સેફ્ટી એકટ, રુલ્સ, રેગ્યુલેશન હેઠળ નોટીસ ફટકારવામાં આવી હતી. ખાણીપીણીની લારીઓમાં ચેકીંગથી વેપારીઓમાં ફેળસેલ કરવા અંગે ડર ફેલાયો છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here