ગુજરાત સ્ટેટ મોનીટરીંગ પોલીસે વેજલપુર આક ફરક નો જુગાર રમતા ૧૪ ઇસમોને રૂ ૧,૧૦,૫૪૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વેજલપુર પોલીસ સ્ટેશન નનજીક મા ચાલતો આંકડા નો ધંધો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડ્યો

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત ગાંધીનગર પોલીસ સ્ટાફ સાથે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમી મળેલ કે કાલોલ તાલુકાના વેજલપુર બસ સ્ટેન્ડ ની પાછળ આવેલા સુરેલી સર્કલ પાસે બંધ ધર્મ શાળા ની ગલીમાં ખાડામાં ઝાડી ઝાંખરા માં કેટલાક ઇસમો વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમે રમાડે છે જે બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત ગાંધીનગર પોલીસ સ્ટાફ સાથે ગોધરાથી વેજલપુર આવીને ચાલતા ચાલતા બાતમી ની જગ્યાએ જઈને જોતા કેટલાક ઈસમો કંઈક લખતા લખાવતા હોય તેવું જણાયું પોલીસે દોડીને ૧૪ શખ્સોને ઝડપી પાડયા જેઓના નામની પુછતા કરી આંકડા લખનાર અને આંકડા લખાવનાર એમ ૧૪ શખ્સોને ઝડપી પાડી તેઓની અંગજડતી માં થી રૂ ૧૭,૫૪૦/ અને મોબાઇલ નં ૯ કિંમત રૂ.૧૮,૦૦૦ અને ટુ વ્હીલર નં. ૩ કિંમત ૭૫,૦૦૦/સાથે બોલપેન તથા આંકડા લખવાની સ્લીપ બુકો સહિત નો ૧,૧૦,૫૪૦ મુદ્દામાલ ઝડપી પાડી પોતાના અંગત લાભ માટે જાહેરમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રમાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબતે આંકડો લખનાર બે ઈસમો અને આંકડાનો હિસાબ લઈ જનાર અને લખાવનાર ત્રણ ઈસમો સાથે કુલ ૧૪ ઈસમો સામે તેમજ ત્રણ ભાગી જનાર આરોપી વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ અ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here