ખત્રી વિદ્યાલય દ્વારા મોટીવેશનલ સ્પીકર શ્રી બી.વાય હાથીભાઈનું સન્માન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજ રોજ ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈપ્રાથમિક શાળામાં મોટીવેશનલ સ્પીકર બશીરઅહેમદ હાથીભાઈ શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓઉત્કૃષ્ઠ પરિણામ મેળવે, અભ્યાસમાં શાંત મને વાંચન કરે, નિર્ભય બની બોર્ડની પરીક્ષા આપે તે હેતુસર શાળામાં અવાર નવાર બાળકોને માર્ગદર્શન આપતા આવ્યા છે વર્ષ દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાના વિવિધ વિષય તજજ્ઞો ને લઇ ને આવે છે અને તમામ વિષયોમાં વ્યક્તિગત વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવે તેવું આયોજન કરે છે તેમની આ નિસ્વાર્થ ભાવના અને સેવા ની કદર કરતા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી તથા શાળા પરિવાર દ્વારા તેમને શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ તકે તેમના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા અને તેઓ નો પણ શાળાના આચાર્ય શ્રી યુ.વાય ટપલા દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here