કોરોનાના કપરા કાળમાં સંક્રમણને આમંત્રણ આપી ઘેંટા-બકરાની જેમ મુસાફરો ભરી વહન કરતા ખાનગી વાહનો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ :-

બોડેલીના આસપાસના વિસ્તારોમાં ખાનગી વાહનોમાં મુસાફરોને ઘેટાં બકરાંની જેમ ભરી વહન કરતા નજરે પડી રહ્યા છે કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે  પરંતુ ક્યાંક પોલીસ વિભાગ અને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.

બોડેલીના આસપાસના વિસ્તારોમાં ખાનગી વાહનોમાં મુસાફરોને ધેટાં બકરાની જેમ ભરી બિન્દાસ વહન કરવામાં આવતા કોરોના સંક્ર્મણ ફેલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બોડેલીના આસપાસના વિસ્તારોમાં ખાનગી વાહનો બેફામ બન્યા છે તંત્ર દ્વારા કોરોના કેસોને અટકાવવા સોસીયલ ડિસ્ટન્સ જાળવવા સુફિયાણી વાતો કરી રહ્યું છે પરંતુ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવતા ખાનગી વાહન ચાલકો સામે પોલીસ વિભાગ અને તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે કેટલાક ખાનગી વાહનોમાં મુસાફરો માસ્ક પહેરતા નથી તો કેટલાક ગળા પાસે માસ્ક રાખે છે.

થોડાક દિવસો પહેલા બોડેલીના બજારોમાં સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન નું ઉલ્લંઘન થતું જોવા મળતા સીલ કરવાના આદેશ કરવામાં આવતા તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોલીસની હાજરીમાં દુકાનો સીલ કરી હતી તેમજ માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ હવે પોલીસ વિભાગ તેમજ તંત્ર ગાઇડલાઇનનું પાલન ન કરનારા ખાનગી વાહનો સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here