કાલોલ સહિત પંથકના મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની નમાઝ પોતાના ઘરમાં પડીને ખુદાની બંદગી કરી…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન માસ આ વર્ષે કોરોના વાયરસનાં મહામારી લઇને આવા સંજોગો માં આવતી રમઝાન ઈદ ના તહેવાર ને અનુલક્ષી કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એમ.એલ.ડામોર તથા એલ.એ.પરમાર દ્વારા કાલોલ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે ચાર દિવસ અગાઉ કાલોલ પોલીસ સ્ટેશનમાં મીટીંગ યોજાયેલ હતી.આ મીટીંગમાં મુસ્લીમ આગેવાનો દ્વારા કાલોલ શહેર ની ઈદગાહ પર ઈદ ની નમાઝ મોકૂફ (બંધ) રાખવાનો તેમજ ઈદ ની નમાજ સૌએ પોતાના ઘર માં જ પડવી તેવો નિર્ણય લેવામાં આવેલ અને આ અંગે ની બાહેંધરી મુસ્લીમ સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીઓ ને આપવામાં આવી હતી તે બાહેંધરી મુજબ મુસ્લીમ સમાજના ધર્મગુરુઓએ ઈદુલ ફીત્ર ની ઘરમાં રહીને કેવી રીતે નમાઝ અદા કરી શકાય તેવી આપેલી સમજણ પ્રમાણે મુસ્લીમ બિરાદરોએ કોરોના મહામારી કાબુમાં રાખવા ભારત સરકારના આદેશ અનુસાર ઘરમાં રહીને ઈદની નમાઝ અદા કરી હતી અને લોકડાઉનનો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાલોલ શહેર સહિત પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ પડીને અલ્લાહ પાસે કોરોના મહામારી પુરા વિશ્વમાંથી નાબૂદ થાય તેવી દુવાઓ કરી બંદગી સાથે પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here