કાલોલ સબ રજીસ્ટ્રાર કચેરી પુરા દીવસ કાર્યરત બનાવવા અરજદારો અને સ્ટેમ્પ વેન્ડરોની માંગ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ખાતે આવેલ દસ્તાવેજો ની નોધણી કચેરી મા કોરોના સમય દરમ્યાન સપ્તાહ માં ત્રણ દિવસ એટલેકે મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ નોધણી માટે નક્કી કરેલા હતા જે હાલ કોરોના સમય બાદ પણ યથાવત રહેવા પામેલ છે હાલમા દર મંગળવારે કાલોલ નગરમાં વીજળી કાપ ની સમસ્યા ને કારણે ફ્કત બે દિવસ જ નોધણી કચેરી નું કામકાજ ચાલે છે તેમાં પણ હાલ સરકાર દ્વારા જંત્રી નો અમલ એપ્રીલ સુધી લંબાવી દેતા જુના દર મુજબ દસ્તાવેજો ની નોધણી કરાવવા ખુબ મોટી સંખ્યામાં નાગરીકો આવતા હોય છે તે સંજોગોમાં કાલોલ ની નોધણી કચેરી પુર્ણ સમય કાર્યરત થાય તો તમામ લોકોને ન્યાય મળે તેમ છે. આ બાબતે કાલોલ તાલુકા નાં અગ્રણીઓ અને સ્ટેમ્પ વેન્ડરો દ્વારા જીલ્લા નોધણી નિરિક્ષક સમક્ષ લેખીત રજુઆત કરી કાલોલ નોધણી કચેરી સપ્તાહ મા સોમ થી શની સુઘી કરી આપવા માંગ કરી છે જેથી લોકોની હાલાકી નો અંત આવે. ગઈકાલે મંગવારે કાલોલ ખાતે સવારના સાત કલાક થી બપોરના ચાર ત્રીસ કલાક સુધી લાઈટ બંધ હોવાથી દસ્તાવેજ નોંધણી કરાવવા એપોઈન્ટમેન્ટ લીધેલા સંખ્યાબંધ લોકો હેરાન થયા હતા. આ બાબતે જીલ્લા કક્ષાએ યોગ્ય નિર્ણય લેવાય અને નોધણી કચેરી નો સમય સોમવાર થી શનીવાર નો રજા નાં દીવસ સીવાય નો કરવામાં આવે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here