કાલોલ : બોગસ ખેડૂતો પર મામલતદારનો સપાટો… કલમ ૬૩ નો ભંગ કરતા દેલોલના ચાર અને બેઢીયાના ત્રણ સહીત સાત સર્વે નંબરની જમીનોને ૮૪(ક) હેઠળ સરકાર હસ્તક કરાઈ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

જશોદાબેન નટવરલાલ શાહ બોગસ ખેડૂત બની કલમ ૬૩ નો ભંગ કરતા દેલોલના ચાર અને બેઢીયાના ત્રણ સહીત સાત સર્વે નંબરની જમીનો ને ૮૪(ક) હેઠળ સરકાર હસ્તક કરવામા આવતા અન્ય બની બેઠેલા ખેડૂતોમાં ફફડાટ

ખેતીની જમીન ખરીદી શકે તેમ ન હોવા છતાંય સાવલી તાલુકા નાની ભાડોલ ગામે આવેલ ૬૬૫/૨ સર્વે નંબર વાળી જમીન માંથી શ્રી મામલતદાર સાવલી તા. સાવલીનો ખાતેદાર ખેડૂત નો દાખલો.જમીન/ આરટીએસ/વશી/૯૦૦૨/૦૭ તા:૧૧/૧૨/૨૦૦૭ના દાખલાના આધારે ખેડૂત ખરાઈ લઇ ખેડૂત બની ગણોતધારા ૬૩ની જોગવાઈનો ભંગ કરી ખેતીની જમીન પોતાના નામે ચડાવી લેનાર સામે કાલોલ મામલતદાર અને કૃષિપંચ અધિકારી કડક કાર્યવાહી કરતા જશોદાબેન નટવરલાલ શાહની વેચાણ લીધેલી અને વેચાણ આપેલ ખેતીની દરેક જમીનો સરકાર હસ્તક કરવામા આવી.

કાલોલ મામલતદાર ધ્વરા નં જમન/વસી હુકમ કરવામાં આવ્યો પીએમ જાદવ કૃષિપંચ અને મામલતદાર કાલોલ વિગતવાર ચર્ચા કર્યા મુજબ.જશોદાબેન નટવરલાલ શાહ બિનખેડૂત હોઈ તેમ છતાં ખેડૂત તરીકેનો દરજજો મેળવી તેમજ ખેતીની જમીન મેળવનાર બિનખેડૂત હોય તેઓ ખેતી સાથે સંકળાયેલાનો કોઈ આધારપુરાવા રજુ થયા ન હોઈ.ગણોતધારાની કલમ ૪૩ સાથે ૬૩ વાંચાતા ફક્ત બનાવવાના મર્યાદિત હેતુ માટે જ જમીન આપેલાંનુ સપષ્ટ થાય છે જેથી આ કલમનો હાર્દ માર્યો જાય છ.તેથી ગણોતધારાની જોગવાઈ વિરુદ્ધનું કુત્ય હોઈ જશોદાબેન નટવરલાલ શાહ એ ખોટી રીતે ભળતા નામથી ખેડૂત ખાતેદાર બનેલી હોય આવી જમીનના મુંબૈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૬૩ નો ભંગ થતો હોય ગણોતધારાની કલમ ૮૪(ક) હેઠળ સરકાર હસ્તક દાખલ કરવા કાલોલ મામલતદાર હુકમ કરેલ ગામ દેલોલ(૧)સર્વે નં નવો ૨૮૦૧ જૂનો ૨૦૮/૧ દેલોલ (૨)નવો ૮૪૬ જૂનો ૮૭૬/૨+૩+૪ પૈ (૩)દેલોલ નવો ૨૩૭૯ જૂનો ૨૮૯(૪)૨૩૭૯જૂનો ૨૮૯ તેમજ આવેલ બેઢીયા (૧) નવો સર્વે નં ૧૪૧ જૂનો ૨૯ (૨)બેઢીયા નવો ૩૨૭૬ જૂનો ૧૨૩૦(૩)નવો ૩૨૭૭ જૂનો ૧૨૩૧ તેમજ કુલ છ સર્વે નંબર ધરાવતી જમીનો સબબ ખેતીમાંથી બીનખેતી થયેલ પ્લોટ સિવાયની તમામ વિચાર ખરીદી કે અન્ય વ્યવહારો તેમજ ઉપરાંત જણાવેલ સિવાય ભવિષ્યમાં ચકાસણી દરમિયાન ધ્યાને આવશે તો આપો આપ રદ થવાને પાત્ર રહેશે.આમ સદરહું જમીનનો સરકાર હસ્તક દાખલ કરેલ છે. તેમજ જશોદાબેન નટવરલાલ શાહએ હયાતીમાં હક્ક દાખલ કરી જે પાંચ વારસદારોના નામ ખેડૂત માં સામેલ થયા ખરેખર તેમણે કોઈપણ જગ્યાએ ખેતીની જમીન લીધેલ છે તે તપાસનો વિષય બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here