કાલોલ બાર એસોસિયેશનના વકીલ મંડળ સહિત કોર્ટ સ્ટાફના અંદાજીત ૩૦ કર્મચારીઓએ કોરોના વેક્સિન લીધી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલમાં કોવિડ-૧૯ નાં વધતા કેસો સામે રક્ષણ મેળવવા કાલોલ બાર એસોસિયેશન જાગૃત થઈ રેફરલ હોસ્પિટલ કોવિડ- ૧૯ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂવારના રોજ વેક્સિન લીધી હતી.કાલોલ રસીકરણ બુથ ઉપર પર કાલોલ બાર એસોસિયેશનના વકીલો તેમજ કાલોલ કોર્ટ સ્ટાફના તમામ કર્મચારીઓનું કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી અને ઉપપ્રમુખ સહિત વકીલ મિત્રો સાથે કોર્ટ સ્ટાફના સહિત અંદાજીત ૩૦ કર્મચારીઓએ કોરોનની વેકિસન લીધી હતી. કોરોના વેક્સિનેશનના ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલુ છે ત્યારે. કાલોલ બાર એસોસિયેશનના સેક્રેટરી કાન્તીભાઇ સોલંકીએ જણાવ્યું કે કોરોના મહામારી થી બચવા COVID-19 ની અગમચેતી રૂપે સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ સરકાર ના પ્રયત્નો ને બિરદાવતા દરેક વકીલ મિત્રો તથા તમામ સરકારી કર્મચારીઓ ને કોઇ પણ પ્રકારના ભય વગર વેક્સિન મુકાવી જોઈએ તેવી અપીલ કાલોલ બાર કાઉન્સીલના સેક્રેટરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here