કાલોલ નગરમાં રામનવમી નિમિત્તે રામભક્તો દ્વારા લાખોનો ખર્ચ પરંતુ નગરપાલિકાની આંખના ના ખુલી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં રામનવમી નિમિતે સતત એક મહિનાથી શોભાયાત્રા માટે રામભક્તોની તડમાર કરી જાહેર રસ્તાઓ પર ભગવા રંગની ધ્વજાઓ અને રસ્તાઓ ને સુશોભિત કરવામાં આવ્યા છે. આજ રોજ નગરમાં રામનવમી નિમિતે નિમિતે શોભાયાત્રાની તૈયારીના સંદર્ભે લાખો રૂપિયાના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ કાલોલ મહાલક્ષ્મી ચોક પાસેથી જે માર્ગ પર શોભાયાત્રાનું આગમન થવા જઈ રહ્યું છે.તેના ૧૦૦ મીટર ના રોડની ગટરો ની સફાઈ ના અભાવે ગટરના પાણી રોડ પર વળ્યા. શોભા યાત્રાના આગમણ સ્થળથી ૧૦૦ મીટર પરના માર્ગ પર પાણીની રેલમછેલ થતાં રોડ પરના ખાબોચિયા ભરાયા.
ઉલ્લેખનિય એ છે કે રામભક્તોના લાખો રૂપિયાના ખર્ચ સામે કાલોલ નગરપાલિકાની આંખ ના ખુલતા રસ્તાની સ્વછતાની કામગરીનો અભાવ ને કારણે માર્ગ પર પાણીના ખાબોચિયાના દ્રશ્ય જોવા મળતાં રામભક્તોની મહેનત પર પાણી ફર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here