કાલોલ નગરમાં પાણીપુરીના ધંધાધારીને ત્રણ અસામાજિક તત્વોએ ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં સ્થિત ગાંધી પેટ્રોલ પંપની સામે આવેલા કૈવલ કોમ્પ્લેક્સ પાસે પાણીપુરી નો વ્યવસાય કરતા ધંધાધારીના સાળાને ત્રણ ઈસમોએ પાણીપુરી ખાઈ પૈસા ન આપવાની બાબતે આતંક મચાવી દબંગ બનેલા ત્રણ ઈસમોએ ધંધા ધારીના સગાને ગેબી ઢોરમાર મારતા સારવાર અર્થે ખસેડી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી. કાલોલ નગરમાં સ્થિત ગાંધી પેટ્રોલ પંપની સામે આવેલા કૈવલ કોમ્પ્લેક્સ પાસે પાણીપુરીનો વ્યવસાય કરતા સુખસિંગ ઇન્ડલસિંગ બગેલ (ઉ.વ.૩૨) જેઓ પોતાની લારી ઊભી કરી ધંધા રોજગાર દ્વારા પોતાનું ગુજરાત ચલાવતા હતા.

બે દિવસ અગાઉ રાત્રિના સુમારે સુખસિંગ પોતાના સાળાને શેરસિંહ બિસુન બગેલ ને પાણીપુરી લારી ઉપર વેપાર માટે ઊભો કરી જમવા ગયો હતો. જેતે સમય દરમિયાન પાણીપુરીની લારી પર હુસેન શ્યામ મોહમ્મદ પઠાણ રહે. સર્વોદય સોસાયટી, શર્મા ક્રીષ્ણકુમાર વિનોદભાઈ રહે. ડેરોલ સ્ટેશન તેમજ સોનુ હબીબ ખાન પઠાણ રહે. પુરુષોત્તમ નગર, આમ ત્રણ ઈસમો પાણીપુરી ખાવા ગયા હતા. પાણીપુરી ખાધા પછી પાણીપુરી વાળાને પૈસા આપ્યા વગર ત્રણેય ઈસમો જતા હતા. જેથી પાણીપુરીના પૈસા માગતા ત્રણે ઉશ્કેરાય અને દબંગગીરી બતાવી પાણીપુરી વેચનાર શેરસિંગ ને પૈસા નહીં પરંતુ ગેબી ઢોર માર મારવાનો શરૂ કરી દીધો હતો.આસપાસના લોકો દોડી આવ્યા અને છુટા પાડ્યા હતા.

સદર બનાવની જાણ ઇજાગ્રસ્ત ના બનેવીને થતા જમવા ગયેલ બનેવી સુખસિંગ તુરંત બનાવ સ્થળે પહોંચી જઈ પોતાના સાળા સાથે વાતચીત કરતાં તેના સાળા શેરસિંગએ જણાવ્યા અનુસાર પાણીપુરી ખાવા આવેલા ત્રણ ઈસમો પાસે પૈસા માગતા ત્રણ ઇસમો આવેશ માં આવી જઈ માર માર્યો હોવાનો જણાવ્યું હતું. જેમાં હુસેન શ્યામ મોહમ્મદ પઠાણને હાથમાં પહેરે લોખંડની ફેટ શેરસિંહ ને પેઢા ના ભાગે મારી હોવાનો જણાવ્યું અને શર્મા ક્રિષ્ણકુમાર અને સોનુ હબીબ ખાન પઠાણનાઓ એ ગરદા પાટું નો ગેબી માર મારતા આસપાસના લોકોએ આવી બચાવી લીધો હતો. જો કે ત્રણેવ માથાભારે ઈસમો પોતાની નંબર વગરની બાઇક લઇ જતા સમયે ધમકી આપતા જણાવતા હતા કે આજે તો બચી ગયો છું પણ હવે એકલો લારી ઉપર મળ્યો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જોકે ઇજાગ્રસ્ત ને પોતાના બનેવી સુખસિંગ એ નજીકના પ્રાઇવેટ સંજીવની હોસ્પિટલમાં દવા સારવાર માટે લઈ ગયા હતા. સ્થાનિક ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી ઈજાગ્રસ્તને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ રેફરલ હોસ્પિટલ ના તબીબ દ્વારા ઇજાગ્રસ્ત ને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવવાની જાન તેના સગાસ્નેહી એ કાલોલ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કાલોલ પોલીસે નોંધાયેલ ફરિયાદની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here