કાલોલ તાલુકાના સાગાના મુવાડા ગામે સાત દિવસના પારાયણની પૂર્ણાહુતિ કરાઈ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ ના સાગાના મુવાડા ગામના વતની દશરથભાઈ રામભાઈ સોલંકી ને ત્યાં પ્રણામી સંપ્રદાય ના કાર્યક્રમ અંતર્ગત 20 માર્ચ થી રાજ શ્યામાજી સેવા પધરામણી અને મુખવાણી નો પ્રારંભ કર્યો હતો. આ પ્રથમ દિવસે સમાજ સુધારક ગુરુ વિક્રમદાસ મહારાજ ના વાણી નો પ્રવચન લાભ ભક્તો ને મળ્યો હતો. આ ઉપરાંત જગતગુરુ આચાર્ય સુર્યનારાયણ મહારાજ સુરત, ગુરુજી મહેન્દ્ર પ્રસાદ સુંદલપૂરા , શાસ્ત્રીજી મહારાજ ભરોડા, મહેન્દ્રભાઈ ઓડ, વિનોદભાઈ સુરત તથા ગલુદાસ મહરાજ પીંગળી સહીત ગુરુજનો ઉપસ્થિત રહી સેવા આપી હતી આ નિમિતે પીંગળી કૃષ્ણ પ્રણામી મંદીર થી શોભા યાત્રા નીકળી સાગના મુવાડા ગિરીશભાઈ સોલંકી ને ત્યાં પહોંચ્યા હતા સતસંગ પ્રવચન તથા સાતમા દિવસે પૂર્ણાહુતિ કરી હતી પીંગળી ભજન મંડળ નો પ્રથમ ક્રમ આવતાં 5001 રૂપિયા નુ રોકડ ઈનામ મંડળ ને સુર્ય નારાયણ મહારાજ ને હસ્તે એનાયત કર્યું હતું સૌ આજુ બાજુના ગ્રામજનો, સુંદરસાથો ઉપસ્થિત રહ્યાં હતાં આ તબક્કે પીંગળી, નાની પીંગળી, રાજપુર, સાગાના મુવાડા, જેલી, હમીરપુરી, ભાખારની મુવાડી,મહેલોલ,કાનોડ, કાલોલ, થી લઇ અનેક સુંદર સાથો ભક્તો આ મહાકાર્ય માં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here