કાલોલ તાલુકાના મીરાપુરી ગામે જીલ્લા વિકાસ અધિકારી સાથે WEBEX CONFERENCE ના માધ્યમથી કોરોના 19 તથા 15 FC વિષયે વાર્તાલાપ અને ચર્ચા-વિચારણા કરાઈ…

કાલોલ,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

સમગ્ર વિશ્વ સહીત ભારતભરમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસને લઈને સમસ્ત માનવ જીવન હેરાન પરેશાન છે, ત્યારે ભારત સરકાર કોરોના વાયરસના માનવભક્ષી સંક્રમણને અટકાવવા દેશમાં એકથી ચાર ચરણ સુધીનું લોકડાઉન અમલમાં મુકાયું હતું તેમછતાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સરકારના સર્વે મુજબ હાલ સુધીમાં કોરોનાનો કહેર સૌથી વધુ શહેરી વિસ્તારમાં પ્રસરાય રહ્યો છે જેથી સરકારે ગ્રામ્ય વિસ્તારોને સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા તેમજ તાલુકા કક્ષાએ કોવિડ-19 આર્મી જેવી અનેક ટીમો તૈયાર કરી ગામે-ગામ પહોંચી આરોગ્યલક્ષી તપાસો કરાવી હતી. તેમજ પંચમહાલ જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા વકાસ અધિકારીશ્રીએ આધુનિકતાનો ભરપુર ઉપયોગ કરી એટલે કે અવનવા ઓન લાઈન વિકલ્પો થકી ગ્રામ્ય જન સંચાલકોને સમયે-સમયે માર્ગદર્શન પૂરૂ પાડતા રહ્યા છે. જેને અનુરૂપ આજ રોજ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો સાથે કોરોના 19 તથા 15 FC ના માર્ગદર્શક સિધ્ધાંતોની સમજણ અને અમલવારી અંગે WEBEX CONFERENCE ના માધ્યમથી વાર્તાલાપ અને ચર્ચા-વિચારણા કરી.

જેમાં પંચમહાલ જીલ્લા કાલોલ તાલુકાની મીરાપુરી ગ્રામ પંચાયતમાં WEBEX CONFERENCE ના માધ્યમથી ચાલી રહેલ ચર્ચા મીટીંગમાં મીરાપુરી ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમમંત્રી અને આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર સહીત ગ્રામ સભ્યો હાજર રહી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ પોતાના કાર્યક્ષ્રેત્રમાં કોવિડ-19 મહામારી સામે કામગીરી કરવાની અને જીલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબની અમલવારી કરવાની વાત જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here