આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘોઘંબા તાલુકામાં વિવિધ ગામોમાં જનસભાઓ કરી

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધી એ સરકારની નિષ્ફળતાનું પ્રમાણ છે: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

આજ રોજ ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટીના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જિલ્લા પ્રમુખે આજ રોજ ઘોઘંબા તાલુકામાં પાર્ટીના કાર્યકરો સાથે વિવિધ ગામોમાં જનસભાઓ કરી ગામોના લોકોની મુલાકાત કરવામાં આવી અને પાર્ટીનો પ્રચાર કર્યો.

ઝંઝાવાતી પ્રચારમાં જિલ્લા પ્રમુખે ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધી હોવાનું જણાવતા કહ્યું હતું કે, સરકાર આજે નિષ્ફળ છે. કોરોનાનું બહાનું કાઢીને પોતાની નિષ્ફળતાને ઢાંકતી સરકારને ખબર હોવી જોઈએ કે કોરોના એકલા ભારતમાં જ નહીં પણ પુરા વિશ્વના દેશોમા છે. વિશ્વના કોઈ પણ દેશમાં આટલી મોંઘવારી, આટલો ભ્રષ્ટાચાર, આટલી બેરોજગારી વધી નથી તો આપણા દેશમાં જ કેમ ? એમ ભાર પૂર્વક સરકારને પ્રશ્ન પૂછ્યો હતો.
તેનું કારણ આપતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આપણા દેશમાં તમામ સમસ્યાઓનું મૂળ કારણ ભ્રષ્ટાચાર છે. એમ કહેતા તેના સમાધાન માટે જણાવ્યું હતું કે,
ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર રુપી એક વૃક્ષ છે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો તેના ફુલ,ફળ અને પાન છે. ભ્રષ્ટ તંત્ર તેની ડાળીઓ છે. આ ભ્રષ્ટાચારી વૃક્ષ ગુજરાત માં ફુલ્યુ ફાલ્યું છે. એક એક ડાળી કે એક એક પાન દુર કરીશું તો સમય ઘણો લાગશે. એટલે ડાળીઓ, પાન, ફુલ, ફળને એક સાથે દુર કરવા તેના થળ એટલે કે ભ્રષ્ટાચારી સરકારને કાપવાની જરુર છે.
જે સરકારને દુર કરવા જુવાળ અને જુસ્સાથી જરૂર છે. લોકોને સમજાવવાની જરૂર છે જે આજે અમે કરી રહ્યા છીએ.

સરકાર બને છે લોકોના મતથી અને કાર્યકરોની મહેનતથી. આપનો એક મત એ સરકાર બનાવે છે એટલે તમારો એક મત એ આ સ્થાનિક ભ્રષ્ટાચારીઓને દુર કરવા માટે મજબૂત હથિયાર છે તેનો ઉપયોગ ચૂંટણીના દિવસે જુસ્સા અને ગુસ્સાથી કરવાનો છે. એમ કહી આમ આદમી પાર્ટીમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here