પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગોધરા, (પંચમહાલ)/ઈશહાક રાંટા :-

જમીન,પાણી,રસ્તા,બેન્કિંગ અને વીજળીના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષસ્થાનેથી સૂચનો કરાયા

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ,લોકાભિમુખ વહીવટ આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચનાઓ આપી હતી.આ સાથે તેમણે જમીન,પાણી,રસ્તા,બેન્કિંગ ક્ષેત્રના પ્રશ્નો તથા વીજળીના પ્રશ્નો તાકીદે ઉકેલવા જણાવ્યું હતું. તેમણે જે પ્રશ્નોની ચર્ચા સંકલનમાં થાય તેના ઉકેલ સાથે જ સંકલનમાં આવવા અધિકારીઓને તાકીદ કરી હતી.નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.બેઠકમાં ગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવી જતા તે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
વધુમાં આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ તમામ લોકોને યોગ દિવસમાં જોડાવા અને રજીસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી.સાથે ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના અંતર્ગત કરવામાં આવેલ પ્લાનિંગ બાબતે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર,શ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,સર્વશ્રી પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here