કાલોલ તાલુકાના કંડાચ ગામની ૪૨ વર્ષિય મહિલા સહીત કાલોલ નગરમાં બીજો એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકા મધ્યે રવિવારે કાલોલ શહેરમાં ૬૦ વર્ષિય વેપારીને અને તાલુકાના કંડાચ ગામમાં ૪૨ વર્ષિય મહિલાનો એમ એક જ દિવસમાં કોવિડ-૧૯ના બે પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. જે મધ્યે કાલોલ તાલુકાના કંડાચ ગામના પાઠક ફળિયાની ૪૨ વર્ષીય મહિલા નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા કંડાચ ગામના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ અસરગ્રસ્ત મહિલા અગાઉ કાલોલ તાલુકાના કાતોલ ગામ સ્થિત તેમના પરિવાર સાથે મોસાળમાં રહેતા હતા પરંતુ ગત અઠવાડિયે કંડાચ ગામે તેમની જેઠાણીનું અવસાન થતાં તેઓ કંડાચ ગામે આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ જેઠાણીના અવસાન સમયે મૃતક મહિલાની વડોદરા ખાતે રહેતી મૃતક જેઠાણીની સગી બહેન પણ આ મરણક્રિયામાં આવી હતી, જે બહેનને પણ આ અઠવાડિયે વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તાર ખાતે કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આમ કંડાચ ગામમાં જેઠાણીના અવસાન સમયે મોટી સંખ્યામાં સગાસંબંધીઓ આવ્યા હતા, જે સંદર્ભે સ્થાનિક પંચાયત તંત્ર દ્વારા ગામમાં સરકારની ગાઇડલાઇન પ્રત્યે ઉદાસીનતા દાખવવાના પગલે કંડાચ ગામમાં કોરોના વાયરસના સંક્રમણનો પગપેસારો થયો હોવાની દહેશતના ઓથ હેઠળ સ્થાનિક લોકોએ પંચાયત તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તદ્ઉપરાંત કંડાચ ગામના આ મરણપ્રસંગે જરૂર કરતાં અધીક લોકો એ ભાગ લીધો હતો જેથી એકત્રિત થયેલા સ્થાનિક રહીશો અને સગાસંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આમ કાલોલ વિસ્તારમાં રવિવારે સાંજે કાલોલ શહેરમાં ૬૦ વર્ષિય વેપારી ને અને તાલુકાના કંડાચ ગામમાં ૪૨ વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા એક દિવસમાં બે કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાની સાથે પાછલા બે સપ્તાહમાં સમગ્ર તાલુકામાં પાંચ પોઝીટીવ કેસો નોંધાતા સમગ્ર તંત્ર અને પ્રજાજનોમાં ખળભળાટ જવા પામ્યો છે. જે સંદર્ભે સમગ્ર તંત્રએ સોમવારે હરકતમાં આવી કાલોલ શહેરના અસરગ્રસ્ત એવા સાધના સોસાયટીને તથા હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ને અને કંડાચ ગામના પાઠક ફળિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી બન્ને વિસ્તારોને સીલ કરવાની અને અસરગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના સર્વે કરવાની તથા કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ને બફર ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સોમવારે બપોરે કાલોલના શેઠ ફળિયામાં રહેતા મહીલા ઉંમર વર્ષ ૫૩ નો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ, નગરપાલિકા ટીમ તથા નાયબ કલેકટર અને પ્રાંત તથા મામલતદાર શેઠફળિયા ખાતે દોડી આવેલા અને આ વિસ્તારના ચોક્કસ ઘરો ને સીલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.સદર મહિલા નો પુત્ર સુરત થી થોડાક દિવસ પહેલા કાલોલ આવતા તેઓના ઘરને કોરનટાઈન કરેલ અને તેઓના સેમ્પલ લીધેલ જે સેમ્પલમાં તેઓની માતાને કોરોના પોઝિટિવ આવેલ આમ ૨૪ કલાકના ગાળામાં કલોલ શહેરમાં બે કેસો આવતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો. જોકે કાલોલ પોલીસ તંત્ર તથા પાલિકા કાલોલ નગરમાં હવે જ્યારે મંદિરો ,મસ્જિદો,હોટલો, રેસ્ટોરન્ટ ખુલ્યા છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન તથા માસ્કનો ઉપયોગ કરે /કરાવે તે આવકાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here