કાલોલ તાલુકાના એક ગામમા ભાભીએ તેની નણંદને મારપીટ કરતા 181 અભયમ મદદે પહોંચી…

કાકોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના એક ગામમા થી એક મહિલા દ્રારા ૧૮૧ અભયમ માં કૉલ આવેલ અને જણાવેલ કે મારા ભાભી મને મારપીટ કરે છેઘરેથી કાઢી મૂકી દરવાજે લોક લગાવ્યું છે જલ્દી આવો તેમ..કૉલ આવતા જ થોડી ક્ષણોમાં ૧૮૧ મહિલાહેલ્પ લાઈન ટીમ સ્થળ પર જવા નીકળી ગઈ અને ૮૦ વર્ષ ના વૃદ્ધ માજીની સેવા કરવા આવેલ મહિલાની મદદે કાલોલ તાલુકાના સમા ગામ પહોંચી.ત્યાર બાદ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મધુબેન તથા મહીલા કોન્સ્ટેબલ નયનાબેન દ્વારા પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણ્યું કે પિડીતા મહિલાને પિયરમાં તેના ભાભી વૃદ્ધ માજીની દેખભાળ નહી રાખતા ની જાણ થતા પીડીત મહિલા તેની સાસરી માંથી પિયરમાં તેના મમ્મી ની સેવા કરવા માટે આવેલ.અને મહિલાનાં ભાભી તેની વૃદ્ધ સાસુની સેવા કરતા નથી. તે વારંવાર ખાટલામાં પડેલા વૃદ્ધ માજી ને ધમકી આપતા હતા.માજી જોઈ શકે છે પરંતુ બોલી શકતા નથી, ઓછું સાંભળી શકતા હતા.તેથી પિડીતા મહિલાનાં ભાઈએ તેની મમ્મી ની સેવા કરવા માટે થોડા દિવસ બહેન આવે તો પૂરતી કાળજી રાખી શકે તે માટે બોલાવ્યા હતા. પરંતુ 52 વર્ષ નાં પિડીત મહિલાને તેની મમ્મી ની સેવા ન કરવાં દેવા માટે તેમની ભાભી તેમની સાથે ઝઘડાં કરે અને મહિલાને ભાઈ ના ઘરમાંથી રાત્રી ના સમયે બહાર કાઢી મૂકી દરવાજે લોક લગાવ્યું હતું.પછી ધમકી આપી ગાળો બોલીને ખુબજ માર માર્યો હતો.અને તેના શરીરે બચકા ભરી શારીરિક ઇજા પહોંચાડી હતી.તે જોઈ ખાટલામાં સુતા વૃદ્ધ માજીની આંખો માંથી આંસુ વહી રહ્યાં હતાં.૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર “મધુબેન”દ્વારા પીડિતા બહેનના ભાભી ને સમજવેલ કે તે વૃદ્ધ હોવાથી કંઇજ કરી શકે તેમ નથી તે એક ભગવાન નું સ્વરૂપ છે તેમની સેવા કરવી જોઈએ તેમને દુઃખી ન કરાય અથવા સેવા કરનાર ને પણ હેરાન ન કરે તેમ ઊંડાણ પૂર્વક સમજાવી પછી કાયદાની સમજ આપી હતી. ત્યાર બાદ તેમના ભાભીને તેની ભુલ ને સમજાઈ હતી. પછી તેની ભુલ સ્વીકારી નણંદ અને તેની સાસુ પાસે માફી માંગી હતી.અને ૧૮૧ ટીમે આપેલ સલહ ને ધ્યાને લઇ હવે પછી સાસુજીનું ધ્યાન રાખવાનું અને નણંદની સાથે ઝધડા નહી કરવાની ખાત્રી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here