કાલોલ તાલુકાના અલવા ગામના ખેડુતે છેલ્લા નવ વર્ષથી નાણાં ભરવા છતા જમીન માપણીથી વંચિત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના અલવા ગામની સીમમાં સર્વે નંબર ૫૧૫ પૈકી ૧૧ વાળી જમીન નાં માલીક ધુળાભાઈ કોયાભાઈ દ્વારા તા ૩૧/૦૧/૧૩ નાં રોજ પોતાની જમીન માપણી કરાવવા અરજી કરી વર્ષ તા ૨૯/૦૧/૨૦૧૩ નાં રોજ ચલન દ્વારા જમીન માપણી કરાવવા માટેની ડિસટ્રિક લેન્ડ રેકર્ડ શાખા માંથી ” ૦૦૨૯ એલ આર” ,”૧૦૬ મોજણી અને જમાબંધી કામગીરી અને પ્રાપ્તી ” નાં હેડે ચલન મંજુર કરાવી રૂ ૩,૨૦૦/ બેન્ક માં જમા કરાવ્યા હતા ગત તા ૨૩/૦૭/૧૪ નાં રોજ માપણી કરવા આવવાનાં છીએ તેવો પત્ર તેઓને મળેલો પણ તલાટી કમ મંત્રી હાજર રહ્યા નહોતા આ બાદ આજ દિન સુધી આ જમીન ની માપણી કરી આપવામા આવી નથી ખેડૂત દેવ ચોટિયા ગામે રહેતા અને અલવા ગામે જમીન ધરાવતા લક્ષ્મણભાઈ એ વારંવાર રજુઆત કરવા છતા પણ તંત્ર દ્વારા કોઈ જવાબ આપ્યો નથી તંત્ર નાં જવાબદાર અધિકારી હાજર રહેતા નથી ત્યારે છેલ્લા નવ વર્ષ થી ખોટી રીતે ટલ્લે ચડાવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here