કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં વેસ્ટના બોરાં ફેંકી પ્રદુષણ ફેલાવાનો અજ્ઞાત તત્વોનો પ્રયાસ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

અંતરીયાળ વિસ્તારમાં ફળદ્રુપ જમીનનો નાશ કરવાનો પ્રયાસ કરનાર આ અજ્ઞાત તત્વો કોણ છે….??

અંતરીયાળ વિસ્તારમાં રાતના અંધકારનો લાભ લઇ ફેંકવામાં આવતા બોરાંમાં એવું તો શું હોઈ શકે છે…!!

કાલોલ તાલુકાના આંતરીયાળ વિસ્તારમાં બેફામ રીતે જમીન પર બોરાના ધબેકા ખાલી કરી‌ જમીન ને પ્રદુષિત કરવાનો ષડ્યંત્ર ચાલી રહ્યો છે. આવા અંતરીયાળ વિસ્તારમાં ડસ્ટ ભરીને બોરાઓ નાખવાંમા કોનો છે પ્રયાસ ? અને આવા વિસ્તારોની શું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ ? આ અંતરીયાળ વિસ્તારમાં ડસ્ટના બોરાં નાખવામાં આવેલ જમીન કોઈ ની માલિકીની છે ? કે પછી સરકારી જેની લાગતાં વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ? કે કેમ તે હવે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here