કાલોલ કોલેજ ખાતે યુવા મતદાર જાગૃતિ કેમ્પ યોજાયો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે તે પૂર્વ રાજ્યભરમાં ‘યુવા મતદાર મહોત્સવ-૨૦૨૨’ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૨૨ માટે જાહેર કરવામાં આવેલી ‘આવો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ “કોઈપણ મતદાર મતદાન વિના રહી ન જાય ” તથા “પહેલે મતદાન ફિંર આરામ” , સબ કામ છોડ દો સબસે પહેલે વોટ દો”ની થીમ પર મતદાર જાગૃતિ અંગેના ઑડિયો, વીડિયો, ઈ-પોસ્ટર, ટેગલાઈન અને પોસ્ટર ડિઝાઈન સ્પર્ધા જઅંતર્ગત કાલોલની એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બુધવારે ‘યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા મતદાન ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. રાજ્યની દરેક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં યોજવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, ITI, કૌશલ્ય વર્ધન કેન્દ્રો, NIOS ખાતે યોજાનાર યુવા મતદાર મહોત્સવનો પ્રારંભ જાગૃતિ કાર્યક્રમ સાથે કરવામાં આવે છે ‘યુવા મતદાર મહોત્સવ-૨૦૨૨’ અંતર્ગત યુવા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં ગુણવત્તાયુક્ત ભાગીદારી વધે તે બાબતને ધ્યાને લઈ તમામ શાળા કોલેજો માં આવા કાર્યક્રમો યોજાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here