કાલોલ કૉંગ્રેસ પક્ષ દ્વારા સરકારની નીતિઓ વિરૂદ્ધ સ્ટેટ બેંક પાસે પ્રદર્શન કરી સુત્રોચાર કરવામાં આવ્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

“એલઆઇસી, એસબીઆઇ બચાવો “,”મોદી અદાણી ભાઈ ભાઈ”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ની સુચના મુજબ કાલોલ કોંગ્રેસ દ્વારા દેશની હાલની સંકટ ભરી આર્થીક પરિસ્થિતી અને સરકારની નીતિ સામે સામાન્ય માણસની મહેનત નાં પૈસા સરકાર માં બેઠેલાઓ નજીકના મિત્ર અદાણી ને નાણાકીય ફાયદો પહોંચાડે તેવી નીતિઓ સરકાર અપનાવી રહી છે જેની વિરૂદ્ધ કૉંગ્રેસ દ્વારા કાલોલ ની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે પ્લે કાર્ડ લઈને “બેંક બચાવો, દેશ બચાવો”, “એલઆઇસી, એસબીઆઇ બચાવો “,”મોદી અદાણી ભાઈ ભાઈ” નો સુત્રોચાર કર્યો હતો અને ધરણાં યોજ્યા હતા આ કાર્યક્રમ મા કાલોલ તાલુકા કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર પ્રમુખ અશોકભાઇ ઉપાઘ્યાય, માજી પ્રમુખ નરવતસિંહ, મહામંત્રી પ્રદીપસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ, સુરજસિહ, ગનીભાઇ, કિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here