કાલોલમાં સૈયદના ઈમામે જાફર અને સૈયદના અમીરે મુઆવીયાના ઉર્ષ નિમિત્તે બાઇક રેલી સાથે જુલૂસ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસેથી હઝરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ ના ઉર્ષની ઉજવણીની અંતર્ગત મંગળવારના રોજ કાલોલ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા મોટીસંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં બાઇક રેલી સાથે જુલૂસ નીકળ્યું હતું જેમાં રાત્રીના ૯:૩૦ વાગે બાઇક રેલીનું જુમ્મા મસ્જીદ પાસેથી નીકળી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ જુલૂસ પરત નુરાની ચોકમાં આવી પહોંચ્યો હતો જેમાં જીક્રરે હજરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને હઝરત સૈયદના અમીરે મુઆવીયા રદીઅલ્લાહો તાઆલા અન્હુ સાથે સલાતો સલામ પછી દુવા મોલાના શીબતૈનરઝા અશરફી દ્રારા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here