કાલોલના એરાલમા લાયસન્સ કે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના બે ભેજાબાજ નકલી ડોક્ટરોનો પર્દાફાસ કરતી પંચમહાલ એસ.ઓ.જી અને કાલોલ હેલ્થ ઓફિસ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલના એરાલ ગામમાં રહેતા ઉર્મિલાબેન વિરેન્દ્રસિંહ પરમાર ના ઘર ભાડે રાખીને ઉજ્જવલ નિર્મલન્દુ હલદર કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આશરે ત્રણ વર્ષ થી શ્રેયા ક્લિનિક નામનો દવાખાનું ચલાવતા ઉજ્જવલ નિર્મલન્દુ હલદર ને દવાખાનામાંથી એ એસ આઇ એસ ઓ જી એ લેખિત ના આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તથા ડોક્ટર જીગ્નેશ એન વરિયા મેડિકલ ઓફિસરના ટીમ સાથે શ્રેયા ક્લિનિક દવાખાનામાં હાજર ઉજ્જવલ નિર્મલન્દુ હલદર એલોપેથિક દવાઓ તથા ઈન્સૂન્ટુ મેન્ટ રૂં.૫૪૮૭૯/ સાથે રૂબરૂ કબજે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ સરનંદુ શુકલાલ હળદર પણ કોઈ પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વગર એરાલ ગામ ખાતે રહેતા ખુમાનસિંહ માનસિંહ ચૌહાણનુ ઘર ભાડે રાખી આશરે ૪ વર્ષ થી દવાખાનું ચલાવતા હતા.એ એસ આઇ એસ ઓ જી એ લેખિત ના આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તથા ડોક્ટર જીગ્નેશ એન વરિયા મેડિકલ ઓફિસરના ટીમે તપાસ કરતાં દવાખાના માંથી હાજર સરનંદુ શુકલાલ હળદરને અને એલોપેથિક દવાઓ તથા ઈન્સૂન્ટુ મેન્ટ કી. રૂ.૪૨૦૮૨ સાથે પકડી વધુ તપાસ કરતાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છેલોકો હાલ કોરોના કાળમાં જિંદગી અને મોતથી જુજી રહ્યા છે એવા કેટલા લોકો છે જેમને સ્ટેટમેન્ટ મળતા પણ ડોક્ટરો લોકોના જીવ નથી બચાવી શક્યા. અને આવા પૈસા માટે નકલી ડોક્ટર બની મેડિકલ ઓફિસર આરોગ્ય ખાતાને અંધારામાં રાખી લોકોના જીવ સાથે ચેડા કરી લાખોની જિંદગીઓની સાથે ખેલ રમી રહ્યા હોય છે.. પૂછ પરછ કરતા નકલી ડોક્ટરો ભેજાબાજ બંન્ને વતની બંગાળના હોવાનુ જણાવવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here