કારતક માસની બુધવારી અમાસ, શ્રધ્ધાળુઓનુ ધોડાપુર ઉમટયુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગતરોજ કારતક વદ અમાસના અંતિમ દિવસ અને બુધવારી અમાસ નો સહયોગ ત્યારે ચાણોદ કરનાળી ખાતે નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે કાલસર્પ તેમજ પિતૃઓના મોક્ષ માટે મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ઓ આવતા હોય છે.અને બુધવારી અમાસ ને લઈ કાલસર્પ ની વિધિ કરાવવા માટે ઉમટી પડ્યા હતા સાથે યાત્રાધામ કરનાળી કુબેર દાદા ના ભક્તોએ દર્શન કર્યા હતા.આજે ૨૩- ૧૧-૨૨ એ બુધવાર ના દિવસે જન્મ કુંડળી માં કાલસર્પ દોષ ના નિવારણ માટે ચાંદોદ માં આવતા હોય છે.કહેવાય છે કે જીવનમાં જો પિતૃ દોષ હોય અને પિતૃદોષ એ જીવનને અશાંત બનાવી દીધું હોય, તો ચાણોદ ખાતે વિધિ કરી કાયમ માટે સુખ – શાંતિ અને સમૃધ્ધિ મેળવી શકાય છે.જે અંતર્ગત આજરોજ ચાણોદ તેમજ કરનાળી ખાતે બુધવારી અમાસ ના રોજ લોકો કાલસર્પ વિધિ માટે આવ્યા હતા.પરંતુ હાલ આવનારી ચૂંટણી ને લઈ દર વર્ષ કરતા આ વર્ષે શ્રધ્ધાળુઓ ઓછા આવ્યા હતા. ચાંદોદ કરનાળી માં અમાસ ના આગલા દિવસ થી દેશ ભર માંથી શ્રધ્ધાળુઓ નર્મદા મૈયા તેમજ મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here