કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી બાબતે પંચમહાલ જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ ફરિયાદ સ્વીકારશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

તાલુકા,ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં મ્યુનિસિપાલિટીમાં વોર્ડમાં ફરીયાદો સ્વીકારવા અંગે મામલતદારશ્રીઓ નોડલ અધિકારી રહેશે

સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના તા.૨૧/૦૩/૨૦૨૪ના હુકમથી કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને અટકાયત) અધિનિયમ ર૦૧૩થી મળેલ સત્તાની રૂએ જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને (એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ) તેમના તાલુકા અને ગ્રામીણ અથવા આદિવાસી વિસ્તારમાં તેહસિલમાં અને શહેરી વિસ્તારમાં મ્યુનિસિપાલિટીમાં વોર્ડમાં ફરીયાદો સ્વીકારવા અંગે નોડલ અધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં પણ તમામ તાલુકા અને શહેર મામલતદારશ્રીઓ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી બાબતે ફરિયાદો સ્વીકારશે તેના માટે તેમની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે તેમ અધિક ચીટનીશ ટુ જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ – ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here