એમ.ડી.આઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ એમડીઆઇ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય બોડેલીમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો જેમાં કે. જી. થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓમાં ૨૦૨૨-૨૩ માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન, હેલ્પીંગ હેન્ડ એવોર્ડ, ઓનેસ્ટી એવોર્ડ, વિશિષ્ટ એવોર્ડ,બેસ્ટ અટેન્ડન્સ એવોર્ડ, સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા એવોર્ડ, ડીસિપ્લીનરી એવોર્ડ સાથે બેસ્ટ ક્રિએટિવ ટીચર્સ ઓફ ધ યર ના એવોર્ડ સાથે પોતાના કાર્યોને ન્યાય આપનાર વ્યક્તિ દીઠ સન્માનિત કરવામાં આવ્યા. પ્રોગ્રામમાં જિલ્લાના શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પંચાણી સાહેબ ઉપસ્થિત રહી નજીક આવતી પરીક્ષાઓથી વિદ્યાર્થીઓને સભાન કરી ઉત્કૃષ્ટ દેખાવ કઈ રીતે કરી શકાય તેનું અદભુત માર્ગદર્શન પૂરું પાડ્યું, જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન જનાબ હાજીસરાજ ઠાકુર સાહેબ કે જેઓ આફમીના ભૂતપૂર્વક પ્રેસિડેન્ટ હાલ કેનેડામાં સ્થાયી જેમણે પુરુષોને વધુમાં વધુ શિક્ષણની જરૂર હોય જેને લઇ અનોખા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી. જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે ખત્રી વિદ્યાલયને સન્માનનો ખિતાબ મળ્યો હોય તે માટે તેમને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમના અંતે એમડીઆઈના આચાર્ય શ્રીમતી શેહનાઝબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી. અંતે આચાર્ય શ્રી યુ.વાય.ટપલા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને પધારેલ વાલીગણનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here