સંખેડાના બહાદરપુર ગામે કસ્બા વિસ્તારમા મદ્રસ-એ મોહસીને આઝમ દ્રારા વાર્ષિક જલસો યોજાયો

સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી (નસવાડી) :-

આજ રોજ બહાદરપુ ખાતે કસ્બા વિસ્તારમા મદ્રાસ-એ મોહસીને આઝમ દ્રારા મદ્રસા મા જે બાળકો અભ્યાસ કરેછે તે બાળકોની વાર્ષિક પરીક્ષા તેમજ જલસા નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા ૫૭ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમા બાળકોની નિપુણતા ચકાસવામા આવી હતી અને આ કાર્યક્રમમા સ્થાનિક મૌલાના ગ્રામજનો તેમજ મદ્રસામા અભ્યાસ કરતા બાળકોની માતાઓ તેમજ પિતા શ્રીઓ હાજર રહયા હતા આ કાર્યક્રમ રાત્રીના સમયે રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ લગભગ એક થી દોઢ વાગ્યા સુધી ચાલ્યો હતો અને વર્ષ દરમિયાન બાળકોએ જે પડાઈ મેળવી છે તેના પર પરીક્ષા પણ લેવામાં આવી હતી જેમા બાળકો પોતાનુ દિન શીખે અને ધર્મ શું છે તે જાણે તે હેતુથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યારથી મદ્રસાની શરૂઆત થઈ છે ત્યારથી વાર્ષિક કાર્યક્રમ કસ્બા વિસ્તારમા રાખવામા આવેછે અને બાળકો આ કાર્યક્રમમા ઉત્સાહભેર ભાગ લેય છે અને પોતાની અંદર રહેલા ટેલેન્ટ ને સ્ટેજ પર રજુ કરેછે જે દિન ને લગતુ હોય છે.અને આ જલસામા જે બાળકો એક થી ત્રણ નંબરે આવેછે તેમને ઇનામ અને ભેટ સોગાતો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેનાં કારણે મદ્રસા મા ઇલમ હાંસિલ કરતો બાળક ભવિષ્યમા પોતાના દિન ની વાત કરી શકે અને ધર્મ વિશે લોકોને જ્ઞાન આપી શકે વધુમા બહાદરપુર ખાતે જે મદ્રાસ-એ મોહસીને આઝમ મિશન ચાલી રહ્યુ છે તેમા કમિટીના તમામ સભ્યોની મહેનત થી આવા નાનકડા બહાદરપુર ગામમા કાર્યક્રમો થાય છે અને ખાસ કરીને ત્યાંના મૌલાના હાફિઝ સૈયદ જાવેદબાપુ ની પણ મહેનત રંગ લાવી છે જે બાળકો પાછળ ખૂબ દિલો જાન થી મહેનત કરી બાળકોને દિન શીખવાડે છે અને આ કાર્યક્રમ મા મોટા બાળકો થી લઈ નાના ભૂલકાઓ સુધી ભાગ લઈ પોતએ શીખેલા દિન ની વાત કરવામાં આવેછે અને આ કાર્યક્રમમા હિન્દૂ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here