એન.ડી.પી.એસ. એક્ટના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા- ફરતા આરોપીને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગુપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરીના ક્રમાંક-જી-૧/કા-વ્યાટે-૧/કોમ્બિંગ નાઇટ/૪૮૮૧/૨૦૨૨ તા.૧૭/૧૧/૨૦૨૨ આધારે કલાક ૨૧/૦૦ વાગ્યા થી કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તાર કોમ્બિંગ નાઇટમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન બી પાર્ટ ૧૧૯૬૦૧૭૨૧૦૬૦૩/૨૦૨૧ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(ક),૨૦(બી),૨૯ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી વિનેશભાઇ લલ્લુભાઇ રાઠવા ઉ.વ. ૨૮ ધંધો. ખેતી રહે.ઉમઠી, તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ
વિનેશભાઇ લલ્લુભાઇ રાઠવા ઉ.વ. ૨૮ ધંધો. ખેતી રહે.ઉમઠી, તા.કવાંટ જી.છોટાઉદેપુર
આ કામગીરીમાં SOG I/C પો.ઈન્સ. જે.પી.મેવાડા, એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ, એ.એસ.આઇ ભાવસીંગભાઇ બનીયાભાઇ HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષકુમાર લક્ષ્મણસિંહ, તથા HC મહેશભાઇ રજુભાઇ તથા અ.પો.કો સુરેશકુમાર ખુમાનસિંહ બ.નં.૦૩૩ તથા HC પ્રવિણભાઇ તેરીયાભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here