એઈડ્સ પીડિતો માટે નર્મદા જિલ્લામા સરકારનું ઉદાસીન વલણ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ સહાય બાબતે નિષ્ક્રિયતા દાખવતા પીડીતો માં નારાજગી

આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને તબીબી સહાયના નાણાં આપવામાં રમાતી ખો…ખો… ની રમત

HIV પીડિતો ને નાણાં મેળવવા દર વર્ષે નવા નવા નિયમો લાગુ કરી દર્દીઓને ધક્કે ચઢાવવા પાછળ નું શું કારણ???

કેન્દ્ર સરકાર ના એસ્પીરેસનલ નર્મદા જીલ્લા માં આરોગ્ય ની સેવા ઓ કથળેલી છે,સબ સલામત ના દાવાઓ માત્ર થાય છે ત્યારે નર્મદા જીલ્લા માં જીવલેણ એઈડ્સ ની બીમારી થી પિડીત HIV પીડિતો ને મળતી સરકારી સહાય સમયસર ન મળતાં અને અપુરતી મળતાં પીડિતો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નર્મદા જિલ્લા માં સરકારી આંકડા પ્રમાણે લગભગ 350 જેટલા HIV ગ્રસ્તો છે જેમાં અમુક મૃત્યુ પણ પામ્યા છે ત્યારે જે હયાત છે તેમની તરફ જાણે ઓરમાયું વર્તન રખાતું હોય એમ નર્મદા આરોગ્ય વિભાગ ના કેટલાક કર્મીઓ દ્વારા સરકારી સહાય આપવામાં ખો…ખો…ની રમત રમાતી હોવાથી પીડિતો ધક્કે ચઢતા એઈડ્સ પીડિતો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નર્મદા માં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય એવા ઘણા દર્દીઓ છે ત્યારે આવા દર્દીઓ અને બાકીના મળી તમામ એચઆઇવી પીડિતોને દર મહિને મળતા તબીબી સહાયના નાણાં પણ અનિયમિત મળતા હોય HIV પીડિતો માટે ની કોઈ ખાસ તકેદારી આ જિલ્લા માં જોવા મળતી નથી !!! આવું કેમ???

એક તરફ રાજ્ય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરોડો ખર્ચ કરે છે પરંતુ સરકારે જાહેર કરેલી તબીબી સહાય નાં નાણાં આપવામાં પીડિતો ને ધક્કે ચઢાવાય છે જેમાં અમુક આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ કામગીરી માં ખાસ રસ નહિ લેતા હોય તેમ ખો…ખો…ની રમત રમી પીડિતો ને આમ થી તેમ મોકલતા હોય આખરે કંટાળેલા દર્દીઓ આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે આવી સહાય થી વંચિત પણ રહી જાય છે માટે સરકાર અને તંત્ર આ માટે ખાસ કાળજી લે એવી માંગ ઉઠી છે. 

કારમી મોંઘવારીમાં તબીબી સહાય નાં નાણાં માં વધારો જરૂરી …

ઘણા વર્ષથી રાજ્ય સરકાર દ્વારા એચઆઇવી પીડિતો ને દર મહિને મળતી તબીબી સહાય મહિને ૫૦૦ રૂપિયા લેખે નક્કી છે જોકે એ પણ નિયમિત મળતી નથી જ્યારે હાલ વધી રહેલી મોંઘવારી જોતા સરકારે આ સહાય માં વધારો કરી ૧૦૦૦ રૂપિયા કરવી જોઈએ તેવી પીડિતો માંગ કરી રહ્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here