ઉમરાળા ખાતે કન્યાશાળા માંસંવિધાન દિનની ઉજવણી…

ઉમરાળા, આરીફ દિવાન (મોરબી) :-

શાળાએ સંસ્કાર નું મંદિર છે જ્યાં શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન શિક્ષકો દ્વારા આપવામાં આવે છે અને સમય ની સાથે સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને વાર તહેવાર નિમિત્તે ભારતીય પરંપરા સંસ્કારીક પરિવારિક કાર્યક્રમોની સાથે ભારતીય બંધારણ અંતર્ગત વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા જેથી ભણતરની સાથે ગણતર આજના યુગમાં જરૂરી બન્યું હોય તેને ધ્યાને રાખી આજના આધુનિક ડિજિટલ યુગમાં વિકાસની દિશામાં વિદ્યાર્થીઓ નો વિકાસ શિક્ષણની સાથે સાથે સંસ્કારીક પરિવારિક અને જનરલ નોલેજ પ્રાપ્ત કરી શકે તેવા પ્રયાસો સાથે સંવિધાન દિન નિમિત્તે ભારતીય સવિધાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના અનુસંધાને શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ભારતીય બંધારણ કાર્યક્રમમાં ભારતીય બંધારણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ગત તારીખ 26 નવેમ્બરના રોજ ઉમરાળા ની કન્યાશાળા માં પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 નવેમ્બરના રોજ પાસ થયું તેની યાદ તાજી રાખવા તથા ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને પ્રચાર પ્રસાર માટે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે.બંધારણ દિનની ઉજવણી અંતર્ગત કન્યાશાળા, ઉમરાળાના ભાષા શિક્ષક દિવ્યાંગભાઇ પરમારે દૈનિક પ્રાર્થનાસભામાં ધોરણ 06 થી 08ની દીકરીઓને બંધારણની વિશેષતાઓ ( ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ) થી વાકેફ કરી હતી.શાળા ના 06 થી 08ના શિક્ષક ગણમાં ઉપસ્થિત વિજયસિંહ એમ. ચૌહાણ, હેતલબેન લખાણી અને વસંતબેન ખાંદલાએ ઉમદા સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here