ભાવનગરમાં સ્વચ્છતાના અભાવે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ભોગ બનવાનો ભય..!!

ભાવનગર,આરીફ દિવાન :-

ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્ર વાહકો પ્રજાહિત કાર્ય કરી સ્વચ્છતા અભિયાન હાથ હરી પ્રજાસત્તાક કાર્ય પ્રજાહિત કાર્ય કરવું જોઈએ

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ હોય તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે હાલ કોરોના મહામારી અંતર્ગત કોરોના વેક્સિન કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે તેવા સમયે મિક્ષણ ઋતુના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગચાળાનો ભોગ લોકો ના બને તેવી તકેદારી આરોગ્ય વિભાગ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ એ હાથ ધરવી જોઈએ હાલ ભાવનગર ના મુખ્ય માર્ગો શેરી ગલીમાં ગંદકી કચરો અને ઉભરાતી ગટરોની સાફ સફાઈ કરવાનું અભિયાન હાથ ધરવું જોઈએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત અભિયાન ઝુંબેશ શરૂ કરીને પ્રજાહિત કાર્ય સાથે લોકોના આરોગ્યનું જતન અંતર્ગત ભાવનગરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ની સાથે ધુમાડો કરી મચ્છરો જીવાતો નો નાશ કરી લોકોના આરોગ્યનું જોખમ ટાળવું જોઈએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટાયેલા પ્રજાના નગરસેવકો જિલ્લા કક્ષાના અધિકારીઓ અને તંત્ર વાહકોએ ભાવનગર શહેરની સ્વચ્છતા ની સાથે સમસ્યા મુક્ત કાર્ય કરવું જોઈએ ભાવનગરના મુખ્ય રસ્તાઓ પરિણામ કચરા સફાઈ કાર્ય કરવું જોઈએ સાથે ભાવનગરના રહીશોએ પણ પોતાના વિસ્તારમાં પોતાના તેરી ગલી ઘર પાસે ગંદકી કચરો કરવા અટકવું જોઇએ અને વાસી ખાદ્ય-સામગ્રી નું આરોગ્ય કરતા દૂર રહેવું જોઈએ તે આજના આધુનિક ડિજિટલ યુગની લાગણી અને માગણીને ધ્યાને રાખી ને તંત્ર વાહકો અને ભાવનગર ના રહીશોએ પરિસ્થિતિને ધ્યાને રાખવી જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here