આદિવાસીઓના બંધના એલાનના પગલે રાજપીપળા ના બજારો સજ્જડ બંધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મણીપુરમાં આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરવાના સમગ્ર ગુજરાતમા પડઘા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સેલંબા દેવલીયા,કેવડિયા કોલોની માં પણ સંપૂર્ણપણે બજારો બંધ

મણીપુર લાંબા સમયથી ભડકે બળી રહ્યું છે આદિવાસી કુકી નાગા અને મૈતેઇ સમાજ વચ્ચે ભીષણ જંગ જામ્યો છે. મૈતેઇ સમાજને આદિવાસી તરીકેનો દરજ્જો આપવાનો મણીપુર હાઇકોર્ટે જજમેન્ટ આપતા મૈતેઇ અને આદીવાસીઓ વચ્ચે સમગ્ર રાજ્યમાં ભારે તોફાનો ફાટી નીકળ્યા છે તોફાનોમાં બંને સમાજો એક બીજા ઉપર હિસક હમલા કરી આગજની અને તોડફોડ મચાવતા હોય છે, દોઢસો થી વધુ લોકોના તોફાનોમાં મોત પણ નીપજ્યા છે ત્યારે આદિવાસી કુકી સમાજની બે મહિલાઓને પોલીસના કબજા માંથી ખોચવી તેઓને નિર્વસ્ત્ર કરી મહિલા ઉપર બળાત્કાર કરવાનો મામલો સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે આ મામલા થી સમગ્ર દેશના આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, આદિવાસી સંગઠનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે.

મણિપુર ની ઘટના ને વખોડવા માટે અને રાજ્ય ની મણીપુર સરકાર ને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા
ગુજરાતના આદિવાસી બેલ્ટ માં આજરોજ આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યું હતું જેને સમગ્ર દેશ રાજ્યમાં ભારે પ્રતિસાદ મળ્યો છે.

આદીવાસી સંગઠનો દ્વારા આપવામા આવેલ બંધ ના એલાન ના પગલે આજરોજ રાજપીપળા ખાતે ના બજારો સજ્જડ બંધ રહ્યા હતા, એક અભૂતપૂર્વ બંધ નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે આજરોજ જોવા મળ્યું હતું નગરના તમામ બજારો શાકમાર્કેટ, સ્ટેશનરોડ, દોલત બજાર મહાવિદ્યાલય રોડ, ગોપચણ નો ટેકરો સહિત ના વિસ્તારો માં તમામ દુકાનો જડબેસલાક બંધ રહી હતી, રાજપીપળા નગર મા દાયકાઓ બાદ આવો જડબેસલાક બંધ જોવા મળ્યો હતો, માત્ર મેડિકલ સ્ટોર અને દવાખાના ઓજ ખુલ્લા રહયા હતા, આજરોજ સવાર થીજ રાજપીપળા નગર મા બજારો બંધ કરાવવા માટે ની અપીલ સાથે સામાજીક કાર્યકર ડૉ. પ્રફુલ વસાવા, રાજપીપળા નગરપાલીકા ના પુર્વ પ્રમુખ ભરત વસાવા, એન એસ યુ આઈ ના વાસુદેવ વસાવા સહિત ના આદિવાસી આગેવાનો નગર મા મુખ્ય માર્ગ ઉપર નીકળ્યા હતા અને બજાર બંધ રાખી મણીપુર ની આદિવાસી મહિલાઓ ઉપર આચરવામાં આવેલ અત્યાચારના વિરોધ મા બંધ રાખી સહયોગ આપવા વેપારીઓ ને વિનંતી કરી હતી જેના ફળસ્વરૂપ સજ્જડ બંધ રહ્યું હતું.

નર્મદા જીલ્લા ના અન્ય તાલુકાઓ ડેડિયાપાડા, સેલંબા, દેવળીયા, એકતાનગર કેવડિયા કોલોની ખાતે પણ બજારો સજ્જડ બંધ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here