આજ રોજ છોટાઉદેપુર નગરમાં કચરો ઉઘરાવતી ગાડીઓની પ્રજા રાહ જોતી રહી પરંતુ કચરો ઉઘરાવવા કોઈ આવ્યું નહિ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં સફાઈ અંગેની સમસ્યા જટિલ બનતી જાય છે. જ્યારે કચરો ઉઘરાવવા અર્થે નગરપાલિકા દ્વારા અગાઉના સમયમાં ડોર તું ડોર સફાઈ કરવા અંગે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
જ્યારે અગાઉ આપેલા કચરાના ઇજારદારે આજરોજ નગરપાલિકાને કચરા ઉઘરાવતી ગાડીઓ પરત આપી દેતા નગરમાં કચરો ઉઘરાવતી ગાડીઓની પ્રજા રાહ જોતી રહી પરંતુ ઘરે ઘરે ગાડીઓ આવી નહિ જેના કારણે લોકોના ઘરમાં કચરો પડી રહ્યો જે અંગે નગરમાં ભારે તર્ક વિતર્ક ચાલ્યા હતા.
છોટાઉદેપુર નગરમાં ઘરે ઘરે કચરો ઉઘરાવતી ગાડીઓ આજરોજ નગરના આવેલ તમામ વોર્ડમાં ગઈ નહિ જેના કારણે ઘરમાંથી ગૃહિણીઓ તથા રહીશો દ્વારા જે ઘરનો કચરો ગાડીના ડસ્કબિનમાં જે કચરો નાખવામાં આવતો હતો. પરંતુ તે ગાડીઓ કોન્ટ્રાક્ટરનો કચરો ઉઘરાવવા અર્થે ગઈ નહિ જેના કારણે પ્રજાએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડ ને પૂછતાં જણાવ્યું હતું કે ઇજારદારે ગાડીઓ પરત સોંપી દેતા ડોર તું ડોર કચરો ઉઘરાવી શક્યા ન હતા જે અંગે બે દિવસમાં ગાડીઓ પરત શરૂ થઈ જશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here