આજરોજ છોટાઉદેપુરના શ્રી જાગનાથ મહાદેવના મહંત અને સંત માધવદાસજીનો દેહ ત્યાગ… પ્રજામાં શોકની લાગણી છવાઈ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ઓરસંગ નદી કિનારે આવેલ પ્રસિદ્ધ શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં લગભગ 1985થી મહંત તરીકે સેવા આપતા અને સન્માનનીય સંત શ્રી માધવદાસજી મહારાજનું આજરોજ તા 18 ના લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. જે બનાવ બનતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવ મંદિરે વર્ષોથી ભગવાનની સેવા કરતા મહંત સર્વે માટે સન્માનનીય હતા. મંદિરનો વિકાસ અને મંદિરમાં પ્રજાની સુવિધાઓ ઉભી કરવામાં તેઓનો ઘણી મહેનત કરી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી હતી. જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હોય અને પથારી વશ હતા. આજરોજ બપોરના 3 કલાકે મહંત માધાવદાસજીએ દેહત્યાગ કર્યો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાંથી તથા છોટાઉદેપુર નગરમાંથી અનુયાયી ઓ ખૂબ મોટી સંખ્યામાં મંદિરે દોડી આવ્યા હતા. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા 19 ના રોજ સવારે 8 કલાકે તેઓની અંતિમ યાત્રા નીકળશે જે નગરના માર્ગો ઉપર ફરી ઓરસંગ નદીએ અન્તયેષ્ટી ક્રિયા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here