આચાર સંહિતાના અમલ સાથે નર્મદા જિલ્લામા ૧,૭૯૩ થી વધુ પોસ્ટર, બેનર જેવી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના નિર્દેશ મુજબ, આચારસંહિતા સમિતિની તત્કાલ કામગીરી

પોસ્ટર્સ, બેનર્સ સહિત દીવાલ પરના લખાણો દૂર કરવાની કામગીરી આજે પણ ચાલુ રહેશે

નર્મદા જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલના માર્ગદર્શનમાં તથા આદર્શ આચારસંહિતા સમિતિના નોડલ ઓફિસર જે.કે.જાદવના નિરીક્ષણ હેઠળ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર્સ, ઝંડીઓ ઉતારવાની, દિવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચૂંટણીના જાહેરાતના પ્રથમ બે દિવસમાં નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા બેઠક વિસ્તારોમાંથી કુલ ૧,૭૯૩ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી ૩૩૬ દિવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો ૪૦૦ પોસ્ટર્સ તથા ૩૧૯ બેનર્સ તેમજ ૬૭૪ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ ૧,૭૨૯ સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ ૧૭ દિવાલ પરના લખાણો, ૧૪ પોસ્ટર્સ, ૦૬ બેનર્સ અને ૨૭ અન્ય મળીને કુલ ૬૪ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here