નર્મદા જીલ્લામાં ૮૨૯ EVM ની વિધાનસભા ચૂંટણી માટે ફાળવણી કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની રેન્ડમાઇઝેશન દ્વારા ફાળવણી કરી ચૂંટણી અધિકારી ઓને હવાલો સોંપાસે

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ-૧૪૮ અને દેડીયાપાડા-૧૪૯ વિસ્તારની ચૂંટણીના મતદાન સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે આજે પ્રથમ કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે હાથ ધરાયેલી રેન્ડમાઇઝેશનની કામગીરીમાં નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે કુલ-૩૫૪-CU, ૩૫૪-BU અને ૪૦૮-VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા માટે પણ ૩૬૫-CU, ૩૬૫-BU અને ૪૨૧-VVPAT ની ફાળવણી કરાઇ છે.

રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ઉક્ત ફાળવણી બાદ બન્ને મતવિસ્તારના ચૂંટણી અધિકારી ઓને તેનો આવતીકાલે હવાલો સોંપવામાં આવશે. ત્યારબાદ તેઓશ્રીને ફાળવાયેલા BU-CU-VVPAT નો હવાલો સંભાળી તેમના સ્ટ્રોંગ રૂમમાં સલામત રીતે મૂકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here