અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે સરકાર દ્વારા હેતુલક્ષી તાલીમના વર્ગો યોજાશે

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

અનુસૂચિત જાતિના શિક્ષિત યુવાન અને યુવતીઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી પોલીસ લશ્કર અને અર્ધલશ્કરી દળો જેવા કે બી.એસ.એફ, આર.એ.એફ. તથા અન્ય સરકારી વિભાગની ભરતીની પ્રક્રિયામાં જોડાવાની તકો મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા હેતુલક્ષી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોની લાયકાત તરીકે અનુસૂચિત જાતિના સભ્ય, ધો. ૧૨ પાસ સુધીનો અભ્યાસ, ઊંચાઈ ૧૫૭ સે.મી( મહિલા માટે) અને ૧૬૨ સેમી (પુરુષો માટે) નિયત કરાઇ છે. આ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ તાલીમમાં સામેલ થવા માટે એસ.સી/ એસ.ટી સેલ, ત્રીજા માળે, પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પંચાયત ચોક રાજકોટ ખાતેથી તા. ૧ જુન થી ૧૫ જુન સુધીમાં ફોર્મ મેળવી લેવાનાં રહેશે. તેમ મદદનીશ પોલીસ કમિશનરશ્રી જી.એસ. બારીયાની યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here